નર્મદા

ઉષા નાયડુએ વિવિધ તાલુકાઓના કોંગ્રેસના સભ્યોને સાંભળ્યા

રાષ્ટ્રીય સચિવની વિઝિટથી ચૂંટણીલક્ષી ધમધમાટ શરૂ

2024ની લોકસભાની ચૂંટણી આવી રહી છે. ત્યારે તમામ પક્ષો પોતના સંગઠનોને મજબૂત બનાવવા મિટિંગો કરવાનું શરૂ કરી દીધું છે. નર્મદાના રાજપીપળાના સર્કિટ હાઉસ ખાતે ઇન્ડિયા કોંગ્રેસ કમિટી કેન્દ્રીયના સચિવ ઉષાબેન નાયડુની ઉપસ્થિતિમાં નર્મદા જિલ્લા કોંગ્રેસના કાર્યકરો સાથે એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમની સાથે કોંગ્રેસ રાજેન્દ્ર પટેલ, સંદીપ માંગરોલા સહિત ટીમ હતી. નર્મદા જિલ્લા ખાતે કોંગ્રેસના પ્રદેશ મંત્રી હરેશ વસાવા, પૂર્વ પ્રમુખ પ્રફુલ પટેલ, દેડીયાપાડાથી જેરમાબેન વસાવા, વનરાજ વસાવા સહિત આગેવાનો હાજર રહ્યા હતા.

કોંગ્રેસના રાષ્ટ્રીય સચિવ અને ગુજરાતના પ્રબરી ઉષા નાયડુએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે, આવનારી લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ વધુમાં વધુ સીટ લાવેએ માટેનું આયોજન કરવામાં આવ્યું છે. જોકે ઇન્ડિયા ગઠબંધન અંગે કહ્યું કે, આ અમારા ગુજરાતના કન્સલ્ટ જનરલ સેક્રેટરી મુકુલ વાસમીને ગુજરાતમાં મોકલ્યા છે અને ઇન્ડિયા ગઠબંધનમાં ગુજરાત માટે કંઈ વિચાર્યું નથી અને જે ઇન્ડિયા ગઠબંધન અંગે અમારા કોંગ્રેસ પ્રેસિડેસન્ટ ખડગે ગુજરાત માટે નીર્ણય લેશે, હાલ કોઈ ગઠબંધનની ચર્ચા નથી.

નર્મદા જિલ્લામાં કોંગ્રેસના જિલ્લા પ્રમુખ પણ નથી અને સંગઠન જેવું કંઈ નથી, પરંતુ જેવોએ જણાવ્યું હતું કે, ઓગસ્ટ સુધી ગુજરાત ભરમાં સંગઠન બનાવવામાં આવશે અને ભાજપ પર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે હાલ ભાજપના જ કાર્યકર્તાઓ કોંગ્રેસમાં આવી રહ્યા છે.

ઇન્ડીયા ટીમ આ વખતે સરકાર બનાવવા જઈ રહી હોવાની વાત કરી હતી અને ગુજતમાં કોઈ પણ સાથે ગઠબંધન નથી થયું. જ્યારે ત્યારે બતાવીશુંની વાત કરી હાલમાં કોંગ્રેસનું સંગઠન મજબૂત કરવાની કામગીરી ચાલી રહી છે ની વાત કરી હતી. ઇન્ડિયા કોંગ્રેસ કમિટી કેન્દ્રીયના સચિવ ઉષાબેન નાયડુએ સ્પષ્ટતા કરી કે ભાજપમાં અમારા કોઈ કાર્યકર્તા નથી જવાના, પરંતુ ભાજપના કેટલાક નેતાઓ કોંગ્રેસમાં આવી રહ્યા છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button