ભરૂચ

સંવિધાનને જ એક મોટો ધર્મ માનો, તો તમારી સમસ્યા આપોઆપ હલ થઈ જશે…છોટુભાઈ વસાવા

સંવિધાન બદલવાની વાત કરનારાઓએ શું ભાજીમુળા સમજ્યું છે ?.....છોટુભાઈ વસાવા

  • અમારા જ મેદાન પરથી મારીશું ? લોકસભા-૨૦૨૪ ની ચુંટણી સંદર્ભે છોટુ વસાવાનો હુંકાર
  • આપણી જ મરધીને ઈંડા માટે ઝગડે છે ? સમાજને બદલે પાર્ટી બદલુઓ પર છોટુ વસાવાનો આકરો કટાક્ષ

ભરૂચ જિલ્લાના ઝગડીયા તાલુકાના વાસણાં ગામે હાલમાં ભરૂચ લોકસભા બેઠક પર આમ આદમી પાર્ટી સાથે કોગ્રેસનું ગઠબંધન અને બિજી તરફ બીટીપીના રાષ્ટ્રીય અધ્યક્ષ મહેશભાઈ વસાવાની ભાજપમાં જોઈન્ટ કરવાની સંભાવના વધુ તેજ બનતાં ભરૂચ બેઠક પર અફરાતફરીની સમગ્ર રાજ્યમાં ચર્ચાઓ પ્રબળ બની જતાં આગળની લોકસભા ચુંટણીની રણનિતી નક્કી કરવા બીટીપીના સંયોજક છોટુભાઈ વસાવાએ કાર્યકરોની મિટીગ બોલાવી હતી.ત્યાં છોટુભાઈ વસાવાએ જણાવ્યું હતું.કે ,દેશમાં જે સંવિધાન બદલવાની વાત ચાલે છે .તે વાતને નકારતાં જણાવ્યું હતું.શુ આ લોકો સંવિધાનને ભાજીમુળા સમજે છે ? જેમ ફાવે તેમ પ્રજાનું ધ્યાન રાખ્યાં વગર અવડેવલ્લે કરવાનું ? સંવિધાનને જ મોટો ધર્મ માનીશો,તો તમારી સમસ્યાઓ હલ થઈ જશે.અને હાલમાં ટ્રાયબલ ક્ષેત્રના સંવૈધાનિક અધિકારોને નેવે મુકીને ટ્રાયબલના નેતાઓ એકબિજી પાર્ટીમાં જઈ જે શંતરંજ રમી રહ્યાં છે.તેના પર ટીપ્પણી કરતાં છોટુભાઈએ આક્રોશ મિજાજમાં જણાવ્યું,કે નેતાઓ આપણી જ મરધીનાં ઈંડાઓ માટે કેમ લડે છે ? અને ટુંક સમયમાં જ આવનારી લોકસભા -૨૦૨૪ ની ચુંટણીમાં અમે કોઈપણ પાર્ટીનું નામ લીધાં વગર અમારા જ મેદાન પરથી લડવાનું અને બિજી બેઠકો પર પણ લડાવવાની જાહેરાત કરી હતી.

બીટીપીના રાષ્ટ્રીય અધ્યક્ષ મહેશભાઈ વસાવાની સીઆર પાટીલની મુલાકાત અને એક વર્ષ અગાઉથી બીટીપીમાંથી પક્ષપલટો કરવાનો શિલશિલો જારી રહેતાં છોટુભાઈ વસાવા જેઓ ૬૦ વર્ષોથી એસસી,એસટી,ઓબીસી અને માઈનોરીટીઓ માટે અડીખમ એકધારી લડત ચલાવે છે.તે લડાઈમાં પોતાના જ શિક્ષણથી રાજકારણ શિખવેલ નેતાઓ પક્ષપલટો કરતા રહેતાં આક્રોશમુડમાં દેખાય રહ્યાં હતાં.કાર્યક્મમાં તાપી,વડોદરા,દાહોદ અને નર્મદા જિલ્લાના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button