માંડવી

માંડવી તાલુકાના પાતલ ગામે ડામર રસ્તો બનાવવાના કામમાં એજન્સી મારફતે અધિકારીઓને ગુમરાહ કરવાના ષડયંત્રો

પ્રાપ્ત માહિતી અનુસાર, માંડવી તાલુકાના પાતલ ગામે માંડવી તાલુકા પંચાયત મારફત 15 મું નાણાપંચ, જિલ્લા કક્ષા વર્ષ : 2022 /23 ના વર્ષ ની કામગીરી કોઈક એજન્સી મારફતે પાતલ કોઠી કુવાથી વાંઝી ફળિયા સુધી ડામર રસ્તાનું કામ કરવામાં આવેલ છે. રસ્તાની કામગીરીમાં વેઠીયા વાડ ઉતારવામાં આવી છે. માલ મટીરીયલ હલકી ગુણવત્તાવાળું હોવાનું પણ સાબિત થઈ રહ્યું છે.
વધુમાં જે તે એજન્સી મારફત, રસ્તો બનાવ્યાને બોર્ડ મુકવામાં આવ્યું છે. જેમાં કામની વિગત દર્શાવવામાં આવી છે. જે કામની વિગત જે રસ્તો બનાવવામાં આવ્યો હોય તે રસ્તાનું જ લોકેશન આપવામાં આવે છે પરંતુ આ એજન્સી મારફત સરકારના અધિકારીઓને તથા ચાલુ સત્તાધારી સરકાર મારફતે *ચાલો ગામ *જેવા પ્રોગ્રામ તેમજ વિકાસના કામોનું ખાસ મુહૂર્ત વિકાસના કામોનું અનાવરણ, તેમજ વિકાસના કામોનું ભૂમિ પૂજન વિગેરે સરકારના પ્રોગ્રામો ઇલેક્શન પહેલા ચાલતા હોય, ત્યારે જવાબદાર અધિકારીઓ તેમજ લોકોને વિકાસના કામમાં ગુમરાહ કરવા માટે અધિકારીઓ સાથે છેતરપિંડી કરવા માટે જવાબદાર એજન્સી મારફતે ખોટા બોર્ડ લગાવવામાં આવે છે.
પાતલ ગામે કોઠી કુવા થી વાઝી ફળિયા તરફ બનાવનાર રસ્તો જેની એજન્સી એ બોર્ડમાં ઝાબ સુધી ડામર રસ્તાનું કામ બતાવેલ છે ઝાબ ત્યાંથી પાંચ કિલોમીટર દૂર છે. ઝાબ તરફ રસ્તો બનાવવામાં આવેલ નથી. જ્યાં બોર્ડ લગાવવામાં આવ્યું છે ત્યાંથી પાતલ સ્ટેશન જતા પણ રસ્તો બનેલ નથી. સતા જે તે એજન્સી એ અધિકારીઓને ગુમરાહ કરવા માટે ઝાબ સુધીનું ડામર રસ્તાનું કામ વિગત દર્શાવતા બોર્ડમાં બતાવેલ છે.

જેથી જે રસ્તો બનાવનાર જે તે એજન્સીને ભૂલને પાત્ર અને લોકોને ગેરમાર્ગે દોરવા લગાવેલ બોર્ડ અને રસ્તા નું બિલ મંજુર કરાવવા ઇરાદાપૂર્વક કરેલ આવા કૃત્યોને લઈ જવાબદાર એજન્સીને બ્લેક લિસ્ટ માં જાહેર કરવા અને તાલુકા કક્ષાએથી એવી એજન્સીને કામ ન આપવા બાબતે સ્થાનિક જાગૃત લોકોની માંગ ઉઠવા પામી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button