તાપી

વાલોડ ખાતે કાકરાપાર બલ્ક યોજનામાંથી જ પાઇપ લાઇનમાંથી દૂષિત પાણી આવતું હોવાની ફરિયાદ

વાલોડ વોટરવર્ક્સની પાઇપલાઇનો જર્જરિત થઇ જવાને કારણે ભૂતકાળમાં કેટલાય વિસ્તારોમાં પાણી ગંદુ આવતા હોવાની ફરિયાદો ગામમાં કશે ને કશે સામે આવે જ છે. મોટેભાગે વોટરવર્ક્સની પાઈપલાઈન અને ભૂગર્ભ ગટરલાઇન ભેગી થતી હોય તેવા વિસ્તારોમાં પ્રશ્નો ઉભા થાય છે, થોડા થોડા દિવસે ઉઠતી ફરિયાદોને પગલે ગ્રામપંચાયત દ્વારા જે તે વિસ્તારમાં તપાસ કરી લીકેજ દૂર કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે.

આજરોજ વાલોડ ઉતરતી બજાર, કસ્બા ફળિયા અને પાદર ફળિયામાં દુષિત પાણી આવવાની ફરિયાદો ઉઠી છે,આ અંગે તપાસ કરતા કાકરાપાર બલ્ક યોજનામાંથી આવતી મુખ્ય લાઇનમાંથી ડહોળું પાણી વોટર વર્કસની સંપમાં આવે છે. કેટલાક ઘરોમાં દૂષિત પાણી આવતા હોવાની ફરિયાદો ઉભી થઇ છે, આ અંગે જાણ હોવા છતાં દૂષિત પાણી છોડી દેતા લોકોના ઘરોમાં દૂષિત પાણીનું વિતરણ થયું છે જેને લીધે લોકોના આરોગ્યને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. ગુજરાત સરકાર તરફથી વાલોડ વોટરવર્ક્સની નવી લાઈનો માટે 9 કરોડ જે ર ગ્રાન્ટ વાલોડ નગરના વિકાસ માટે વર્ષ 2014-15 માં ફાળવી હતી, પરંતુ તંત્ર દ્વારા નગરના વિકાસ માટે આવેલ કરોડોની ગ્રાન્ટનું આયોજન કરવામાં ન આવતા ગ્રાન્ટ લેપ્સ થઇ પરત થઇ ગયા હતી, ત્યાર બાદ હાલ મહુવાના ધારાસભ્ય મોહનભાઈ ધોડીયાના હસ્તે આ નવી પાઇપલાઇન માટે ચૂંટણીની જાહેરાત થાય તે અગાઉ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે, પરંતુ ઇજારદાર દ્વારા હાલ સુધી કોઈ કામગીરી હાથ ધરાઇ નથી. લાઇનમાંથી આવતું દુષિત પાણી વાલોડ ગ્રામ પંચાયતના સરપંચ વિજ્યાબેન નાઇક સાથે ટેલિફોનિક ચર્ચા કરતાં તેમણે જણાવ્યું હતું કે આજરોજ કાકરાપાર બલ્ક યોજનાની મુખ્ય પાઇપલાઇનમાંથી ડહોળું પાણી આવતા આ પાણી વિતરણ કરવામાં આવતા ડહોળું પાણી વિતરણ થયું છે. જો કાકરાપાર બલ્ક યોજનાના પાણીનો ઉપયોગ ન કરવામાં આવે તો પાણી યોગ્ય માત્રામાં અને દબાણથી પાણી પહોંચાડવામાં અન્ય સ્ત્રોત ઓછા પડે તેમ છે.

Related Articles

Back to top button