નર્મદા

નર્મદા ધારીખેડા સુગર ફેક્ટરીમાં 142 દિવસમાં 7.85 લાખ મેટ્રિક ટન શેરડીનું પીલાણ થતા સુગર ફેક્ટરીના ચેરમેન ઘનશ્યામ પટેલે કામદારોનું સન્માન કર્યું

રાજપીપળા નર્મદા જિલ્લાની જીવાદોરી સમાન નર્મદા સુગર ફેક્ટરીની પીલાણ સીઝન પૂર્ણ થઇ છે. 142 દિવસ સતત એક ધારી મશીનરી ચાલી કોઈ પણ રુકાવટ વગર અને આ 142 દિવસમાં 30 હજાર એકરમાં ભરૂચ નર્મદા જિલ્લામાં વાવયેલ શેરડીનું કાપણી કરવા 10 હજાર જેટલા મજૂરો કામે લગાવવામાં આવ્યા હતા.

આ કામદારોએ રાતદિવસ ખુબ મહેનત કરીને શેરડી કાપી અને નર્મદા સુગરના ટેક્નિકલ સ્ટાફ અને કર્મચારીઓ પણ સતત ખડેપગે રહી કામગીરી કરી આજે નિર્વિઘ્ને ટાર્ગેટ પૂર્ણ કરી અને 7,85,000 મેટ્રિક ટન શેરડીનું પીલાણ કર્યું, એટલે રોજનું 5,500 મેટ્રિક ટનથી વધુ પીલાણ નર્મદા સુગર દ્વારા કરવામાં આવ્યું. સીઝન પુરી થતા નર્મદા સુગરના ચેરમેન ઘનશ્યામ પટેલ અને એમ.ડી. નરેદ્ર પટેલે તમામ કર્મચારીઓ અધિકારો અને ખેડૂતો મજૂરો તમામનો આભાર માની તેમનું સન્માન કર્યું હતું.

સીઝનને છેલ્લા દિવસે શેરડી ભરી આવેલ ગાડાઓ પર ચઢીને સૌનો આભાર માની સૌને આવકાર્યા ULEX. આવા સ્વભાવના ચેરમેન અને સુંદર પારદર્શક વહીવટ કરનાર ટીમને લઈને ખેડૂતો અને મજૂરો પણ ભાવ વિભોર થઇ ગયા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button