ડાંગ

એપ્રિલ 2023માં આવેલ વાવાઝોડાના અસરગ્રસ્તો હજુ સહાયથી વંચિત

સુબીર તાલુકામાં 82 ઘરોને નુકસાની થઇ હતી

  • છેલ્લા 6 માહિનાથી ગરીબ લોકો કે જેમના ઘરો તુંડી પડયા હતા તેઓ ક્યાં રહેતા છે એ પૂછવાનો પણ તંત્ર સમય નથી.

ડાંગ જિલ્લાનાં સુબીર તાલુકામાં ગત 11મી એપ્રિલ 2023ના રોજ કુદરતી વાવાઝોડુ ફૂંકાયુ હતુ. જેમાં મોટા ભાગના ઘરોને નુકસાન થયુ હતુ. જે બાદ સ્થાનિકોએ સરકાર પાસે સહાયની માંગણી કરી હતી પરંતુ હજુ સુધી સ્થાનિકોને સહાય અપાઇ નથી. જેને લઇને સ્થાનિકો દ્વારા જિલ્લા કલેકટરને લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી.

સુબીર તાલુકામાં 11મી એપ્રિલ 2023ના રોજ વાવાઝોડું ફૂંકાયું હતુ. વાવાઝોડાને કારણે સ્થાનિકોના ઘરોને મોટાં પ્રમાણમાં મોટુ નુકસાન થયુ હતું. નુકસાન અંગેની જાણ તાત્કાલિક ધોરણે તલાટી કમ મંત્રીને કરવામાં આવી હતી. બાદમાં દરેક ઘરોનું સર્વે કરી નુક્સાની અંગેની ખાતરી કરાઇ હતી અને નુક્સાનીના ફોર્મ ભરાવીને તાલુકા કક્ષાએ 17મી એપ્રિલના રોજ રજુ કરાયા હતા. જેમાં જણાવાયું હતું કે 82 ઘરને ખરેખર નુકસાન થયું છે, જે બાદ સ્થાનિકોએ સહાય માટે વારંવાર રજૂઆત કરી હતી પરંતુ સ્થાનિકોને કોઈપણ પ્રકારની સહાય મળી નહતી. ગત ગ્રામ સભામાં રજૂઆત કરાતા અધિકારીએ કહ્યું હતું કે, વાવાઝોડા દરમિયાન ઓફિસમાંથી અંદાજે 43 જણાના આંકડા ઉપર આપી દેવાયા હતા અને એટલા જ જણાની સહાય મંજુર કરવામાં આવી છે. અસરગ્રસ્ત ગરીબ આદિવાસી પરિવારો પરિસ્થિતિ ખુબજ ગંભીર છે ત્યારે લાભાર્થીને સહાય આપવામાં આવે તેવી માંગ સાથે સ્થાનિકોએ કલેક્ટરને રજૂઆત કરી હતી.

  • અસરગ્રસ્ત ગરીબ આદિવાસી પરિવારો કહી રહ્યા છે કે, અમે ગરીબ છે એટલે તંત્ર અમને લાભ નહીં આપતી કે પછી અધિકારીઓને લાભ આપવા માટે મામ.. જોઈએ છે. 
  • અસરગ્રસ્ત ગરીબ આદિવાસી પરિવારો કહી રહ્યા છે કે, અમે ગ્રામ પંચાયતમાં ઘર વેરો ભરીએ છીએ એનો મતલબ શું?
  • અસરગ્રસ્ત ગરીબ આદિવાસી પરિવારો કહી રહ્યા છે કે, તંત્ર અમને કોઈ લાભ ના આપીને અમને વિદેશી હોવાનો અહેસાસ કરાવી રહી છે. 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button