ડાંગ

ડાંગ જિલ્લા કોંગ્રેસનું રેલી: આહવા સિવિલ હોસ્પિટલના ખાનગીકરણ મુદ્દે વિરોધ પ્રદર્શન

હોસ્પિટલના પટાંગણમાં જ ધરણાં પ્રદર્શન કરાયું

આહવા, વઘઇ ડાંગ કોંગ્રેસ સમિતિના નેજા હેઠળ આદિવાસી નેતા વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ અને માજી સાંસદ કિશનભાઇ પટેલની આગેવાની હેઠળ આહવા સિવિલ હોસ્પિટલના ખાનગીકરણના વિરોધમાં આહવા પેટ્રોલપંપથી આદિવાસીઓની જનમેદની સાથે રેલી કાઢી આહવા સિવિલમાં ધરણાં પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ડાંગ જિલ્લો સંપૂર્ણ 96 ટકા જેટલો આદિવાસી વિસ્તાર ધરાવે છે.

ડાંગ જિલ્લાની એકમાત્ર આહવા સિવિલ માં આવેલી છે અને જેનો લાભ 351 ગામના આદિવાસી સમાજ તથા અન્ય સમાજને સરકારી રાહે સેવા ઉપલબ્ધ છે અને તેમાં સરકાર તરફથી જ ખુટતી સવલતો ઉપલબ્ધ કરી હાલના સંજોગોમાં સંપૂર્ણ પણે સરકારે જ સંચાલન કરવુ જરૂરી છે પરંતુ સરકાર સ્વ-નિર્ભર મેડિકલ કોલેજ મંજુર કરી સ્થાપિત કરવા જઇ રહી છે. આવા મેડિકલ જેવા અત્યંત મહત્વના ઇન્સ્લેટયુટને સાથે સ્વ-નિર્ભર સંચાલન માટે આપવામાં આવે તે યોગ્ય નથી તે સરકાર હસ્તક હોય તે જરૂરી છે. ગુજરાત સરકાર દ્વારા ડાંગ જિલ્લાના આદિવાસી સમાજના આરોગ્યની જીવાદોરી સમાન આહવા સિવિલ નું ખાનગીકરણ કરવા પરિપત્ર બહાર પડાયો છે, જેના કારણે આદિવાસી સમાજમાં રોષની લાગણી જોવા મળી રહી છે જેવા મુદ્દે આહવા સિવિલના ખાનગીકરણના વિરોધમાં સૂત્રોચ્ચાર સાથે રેલી યોજી ધરણાં પ્રદર્શન કરાયું હતું. જેમાં જિ. કોંગ્રેસ પ્રમુખ મોતીલાલ ચૌધરી, તાલુકા કોંગ્રેસ પ્રમુખ ગુલાબ ગાંગુડે, મહિલા પ્રમુખ લતાબેન ભોયે, મહામંત્રી મુકેશ પટેલ, ગીતા પટેલ, સ્નેહલ ઠાકરે, વનરાજ રાઉત, તબરેઝ અહેમદ, બબલુ સહિતના કોંગીજનો હાજર રહ્યાં હતા તેમજ જો ટૂંક સમયમાં સરકાર દ્વારા યોગ્ય નિર્ણય નહીં લેવાય તો ગાંધીચીધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ડાંગ જિ. કોંગ્રેસ સમિતિએ ઉચ્ચારી હતી.

ડાંગ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા સિવિલના ખાનગીકરણ મુદ્દે પ્રદર્શન. અવારનવાર રજૂઆત છતા કાર્યવાહી નહીં ડાંગ જિલ્લા કોંગ્રેસ દ્વારા અવાર નવાર સિવિલ હોસ્પિટલને ખાનગી કરણથી બચાવવા રજૂઆતો કરવામાં આવી છે. અન્ય સંગઠનો પણ આ બાબતે રજૂઆત કરી ચુક્યા છે. છતાં પણ સરકારે આ બાબતે હજી સુધી કોઇ યોગ્ય નિર્ણય લીધો નથી. હાલ તે બાબતને લઇને જ કોંગ્રેસ ઉપરાંત સ્થાનિકોમાં પણ ભારે ઉહાપોહ જોવા મળી રહ્યો છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button