ગુજરાત

મંત્રી કુંવરજી હળપતિની વોટ્સએપ હેલ્પલાઈન જેવી અનોખી પહેલ હેઠળ એક જ દિવસમાં પીડિતાનું નિવેદન લઈ પોલીસે FIR નોંધી

ચાર નરાધમોને જેલ હવાલે કર્યાં

17મી સપ્ટેમ્બર 2023ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિત્તે આદિજાતિ વિકાસ, શ્રમ અને રોજગાર, ગ્રામ વિકાસ રાજ્યમંત્રી કુંવરજી હળપતિએ વોટ્સએપના માધ્યમથી નાગરિકોની અરજી અને ફરિયાદ નોંધાવવા માટે વોટ્સએપ હેલ્પલાઈન નં.81718-37183નો શુભારંભ કરી એક અનોખી પહેલ શરૂ કરી હતી. આ હેલ્પલાઈન થકી છેવાડાના નાગરિકો અને વિશેષત: આદિજાતિ નાગરિકોની વિવિધ વિભાગોની અરજી, ફરિયાદ અને પડતર પ્રશ્નોનું ઝડપી અને સચોટ નિરાકરણ થયું છે. આ હેલ્પલાઈનની સુવિધા સુરત, તાપી, ભરૂચ અને ડાંગ જિલ્લાના નાગરિકોને પ્રાપ્ત થઈ છે.

100 દિવસના ટૂંકા સમયગાળાના વોટ્સએપ હેલ્પલાઈન થકી કુલ 12,340 અરજીઓ નોંધાઈ હતી. જેમાં 7,354 અરજીઓનું સુઃખદ નિરાકરણ કરવામાં આવ્યું છે. બિનજરૂરી 3937 અરજીઓને દફતરે કરવામાં આવી છે. તેમજ 1048 અરજીઓના સુઃખદ નિરાકરણ માટેની પ્રક્રિયા ચાલી રહી છે.

પ્રજાજનોની અરજી અને ફરિયાદોનો ઝડપથી નિકાલ કરતી વોટ્સઅપ હેલ્પલાઈન સેવા વિશે વાત કરતાં આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી કુંવરજી હળપતિએ જણાવ્યું હતું કે, ધારાસભ્ય અને રાજ્યના મંત્રી તરીકે પદભાર સંભાળતા સતત પ્રજાના હિત માટે કામ કરવાની ઝંખના હતી. અંતરિયાળ વિસ્તારના છેવાડાના લોકોને પડતી મુશ્કેલીઓ, તેમના પ્રશ્નોના નિરાકરણ, માંગણીઓ અને પડતર પ્રશ્નોના સુખદ સમાધાન માટે સોશિયલ મીડિયાના ઉપયોગથી વોટ્સએપ હેલ્પલાઈન શરૂ કરવાનો વિચાર આવ્યો હતો.

વધુમાં તેમણે જણાવ્યું કે, આ વિચારને અમલમાં લાવી ગત 17મી સપ્ટેમ્બર 2023ના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસે માંડવી ખાતેથી સુરત, તાપી, ભરૂચ અને ડાંગ જિલ્લાની પ્રજાજનોની સેવા માટે વોટ્સએપ હેલ્પલાઈન નંબરની શરૂઆત કરી હતી. જેમાં 15 જેટલા વિભાગોને જોડવામાં આવ્યા છે. વોટ્સએપ હેલ્પલાઈન થકી છેવાડાના લોકો ઘરેબેઠા જે તે વિભાગને લગતી ફરિયાદ અને અરજી કરતા થયા છે. તેમજ પડતર પ્રશ્નોનો પણ નિકાલ સરળતાથી અને ઝડપથી થવા લાગ્યો છે. આ સેવા સામાન્ય વ્યક્તિઓના પ્રશ્નોને વાચા આપવાનું પ્લેટફોર્મ બની છે.

વધુમાં તેમણે જણાવ્યું કે, રાજ્યના મંત્રી તરીકે પ્રજાની સેવા કરવાની મારી જવાબદારી અને ફરજ છે. તમામ લોકોને મળી શકાતું ન હોવાથી આ હેલ્પલાઈન નંબર શરૂ કર્યો છે. જેના થકી તમામ લોકોના સંપર્કમાં 24 કલાક રહીને તેમની સમસ્યાનું નિરાકરણ લાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું. એમ જણાવી મંત્રીએ વોટ્સએપ હેલ્પલાઈન નંબર 81718-37183 ઉપર નાગરિકોને પોતાની અરજી અને ફરિયાદો કરવા માટે અપીલ કરી હતી.

વોટ્સઅપ હેલ્પલાઈન સેવા થકી દુષ્કર્મ પીડિત દીકરીને મળ્યો ન્યાય

ડાંગ જિલ્લાની 14 વર્ષીય દીકરી પર ચાર નરાધમોએ દુષ્કૃત્ય કર્યું હતું. આ પીડિત દીકરીએ પોલીસ સ્ટેશનમાં વારંવાર ફરિયાદ કરવા છતાં તેમની ફરિયાદ લેવામાં આવતી ન હતી. તેના પર થયેલા અત્યાચારથી તે તણાવમાં રહેતી હતી. ન્યાય મળવાની કોઈ સંભાવના દેખાઈ રહી ન હતી, ત્યારે પીડિતાની વ્હારે આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતિની વોટ્સઅપ હેલ્પલાઈન સેવા આવી હતી.

પીડિતાના કાકાને મંત્રી દ્વારા પ્રજાની સમસ્યા માટે શરૂ કરેલી વોટ્સએપ હેલ્પલાઈન સેવા વિશે જાણવા મળતા તેમણે વોટ્સએપમાં ફરિયાદ સહ રજૂઆત કરતા માત્ર એક જ દિવસમાં પોલીસ સ્ટેશન દ્વારા પીડિતાનું નિવેદન લઈ એફઆઈઆર કરવામાં આવી હતી અને ચાર નરાધમોને જેલ હવાલે કરાયા હતા. ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા આ પીડિત દીકરીને રૂ.5 લાખની સહાય પણ અપાઈ હતી. આમ, આ હેલ્પલાઈન થકી ડાંગની પીડિત દીકરીને ન્યાય મળ્યો હતો.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button