માંગરોળ

માંગરોળના સેલારપુર ગામની સીમમાં આવેલી અંબિકા સ્ટોન કવોરીના માલિક ઉપર જમીન વિવાદમાં જીવલેણ હુમલો

માંગરોળના સેલારપુર ગામની સીમમાં આવેલી અંબિકા સ્ટોન કવોરીના માલિક વાંકલ ગામના જગદીશભાઈ ભુપેન્દ્રભાઈ પટેલ છે, 45 વર્ષ પહેલાં સ્ટોન કોરીની જમીન તેમના વાલી વારસોએ ખરીદી તેનો દસ્તાવેજો કરેલ છે અને વર્ષોથી તેઓ સ્ટોન કોરી ચલાવી રહ્યા છે. પરંતુ છેલ્લા થોડા સમયથી દેવનીબેન રામસિંગભાઈ વસાવા અને તેમના પરિવારજનો સ્ટોન કવોરીની જમીન તેઓની હોવાનો દાવો કરતા હતા.

આ વિવાદ વધુ આગળ વધતા દેવનીબેન અને તેમના પરિવારજનોએ જમીન ખાલી કરાવવા માટે અસામાજિક તત્વોને ભેગા કરી ટોળું થઈ અંબિકા સ્ટોન કોરી પર આવ્યા હતા. સ્ટોન કરીને માલિક જગદીશભાઈ ભુપેન્દ્રભાઈ પટેલ અને અભિષેક નારણભાઈ પટેલને લાકડીના સપાટા મારી બંનેના માથા ફોડી નાખ્યા હતા. તેમજ ઓફિસમાં મુકેલ એસી, ટીવી, ચેર, બારીના કાચ, પંખા સહિત તમામ સામાન્ય તોડફોડ કરી હતી. પોલીસ આવતી હોવાની ખબર પડતા જ તમામ ઈસમો ભાગી છૂટ્યા હતાં. પોલીસ ઘટનાસ્થળે આવી પહોંચતા ઇજાગ્રસ્તોને તાત્કાલિક વાંકલમાં પ્રાથમિક સારવાર આપી સુરત ખાતે સારવાર માટે લઈ જવામાં આવ્યા છે. માંગરોળ તાલુકાના શાંત વિસ્તારમાં બનેલી ઘટનાથી સમગ્ર પંથકમાં હાલ ખળભળાટ મચી જવા પામ્યો છે. પોલીસે જમીન વિવાદી સાત વ્યક્તિઓને હાલ અટકાયત કરી છે. જ્યારે અન્ય હુમલાખોરો હાલ ફરાર છે. નારણભાઈ પટેલે જણાવ્યું કે કાયદેસર રીતે અમે આ જમીનના માલિક છીએ જમીન ખરીદીના તમામ પુરાવો અમારી પાસે છે. હુમલાનું કાવતરું રચનારા ઉપરોક્ત ઈસમોની વિરુદ્ધ ફરિયાદ અમે આપી રહ્યા છે જેમાં દેવનીબેન રામસિંહ વસાવા, સંજય રામસિંગ વસાવા , કંચન રામસિંગ વસાવા, રીટા સંજય વસાવા તમામ રહે માંડણ, સોનજી ગોજીયા વસાવા, પાલીબેન સોનકા વસાવા, કૈલાસબેન સોનકા વસાવા, અનિલ વસાવા પેટીયા, લાલુ વસાવા સેવડ તેમજ અન્ય બીજા સંડોવાયેલા છે. સ્ટોન કવોરી માલિકો ઉપર હુમલાની ઘટનાના ઘેરા પ્રત્યાઘાત આઘાત પડ્યા છે વાંકલ વેપારી મંડળ અને આગેવાનોએ આ ઘટનાને સખત શબ્દોમાં વખોડી કાઢી છે. આવતીકાલે શનિવારના રોજ વાંકલ ગામનો બજાર સંપૂર્ણ બંધ રાખવા માટેનો નિર્ણય થયો છે. આ અંગે સેલારપુરના સરપંચે જણાવ્યું હતું કે, અન્યાય થતો હોય તો ગામના વડીલો આગેવાનો સાથે ચર્ચા તેમજ સરકારી તંત્ર કોર્ટનો તેનો સહારો લેવો જોઈએ મારામારીનુ કૃત્ય યોગ્ય નથી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button