ગુનોમાંડવી

ખંજરોલી ગામે કવોરીમાં કામ કરી રહેલા 19 વર્ષીય યુવકનુ ગંભીર ઈજાઓના કારણે સ્થળ પર જ મોત

માંડવી તાલુકાના ખંજરોલી ગામની સીમમાં એક કવોરિમાં કામ કરી રહેલા 19 વર્ષીય યુવક પર 30 ફૂટની ઊંચાઈથી પથ્થર પડતા યુવકને શરીરે ગંભીર ઈજાઓ થઈ હતી અને ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. બનાવ પગલે માંડવી પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

સુરત જિલ્લાના માંડવી તાલુકાના બહોળી સંખ્યામાં કવોરીઓ આવેલી છે. આ કવોરીમાં કામ કરવા માટે રાજસ્થાન સહિતના રાજ્યોમાંથી શ્રમજીવીઓ આવતા હોય છે. ત્યારે પરિવારને આર્થિક મદદ કરવા વતન છોડી રોજગારી માટે ગુજરાત આવેલ 19 વર્ષીય યુવક ભુરામલ શ્રીલાલભાઈ એરલાલ એક કવોરીમા ડ્રિલિંગ અને સાફ સફાઈનું કામ કરી રહ્યા હતા.

તે દરમિયાન 30 ફૂટની ઊંચાઈથી પડ્યો હતો અને કપાળના ભાગે, આંખના ભાગે, હાથના ભાગે તેમજ પગના ઢીચણના ભાગે ગંભીર ઈજાઓ થતા તેઓનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. સમગ્ર ઘટનાની જાણ માંડવી પોલીસને કરવામાં આવતા માંડવી પોલીસ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી. હાલ માંડવી પોલીસે મૃતક યુવકના ભાઈ મોરસિંહ ઉર્ફે ગોલું શ્રીલાલની ફરિયાદ લઈ અકસ્માત મોતનો ગુનો દાખલ કર્યો હતો. હાલ આગળની કાર્યવાહી માંડવી પોલીસ મથકના પીએસઆઈ એ. ટી રાઠવા કરી રહ્યા છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button