ઉમરપાડારાજનીતિ

ગુના નિવારણ રાષ્ટ્રીય સંગઠનનું ચૈતર વસાવાના સમર્થનમાં આવેદન

ઉમરપાડા તાલુકા મથક ખાતે ગુના નિવારણ રાષ્ટ્રીય સંગઠને ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા સામે કરેલો ખોટો પોલીસ કેસ પરત ખેંચી નુકસાનીનો ભોગ બનેલા ખેડૂતને વળતર આપવાની માંગ કરવામાં આવી હતી.

ગુના નિવારણ રાષ્ટ્રીય સંગઠનના અજીતભાઈ વડવી સહિતના કાર્યકર્તાઓએ ઉંમરપાડાના મામલતદારને એક આવેદનપત્ર સુપ્રત કર્યું હતું. અને જણાવ્યું કે ચેતર વસાવા લોકોને થતા અન્યાય સામે સતત લડત ઉપાડી રહ્યા છે. પરંતુ પ્રશાસન તેમની લડતને દાબી લેવા માટે ખોટા કેસ કરે છે. આદિવાસી સમાજ એક પ્રકૃતિ પુંજક સમાજ છે જેની પેઢી દર પેઢી કુદરતના ખોળે કુદરતની સાથે રહેતી આવી છે. જળ-જંગલ એ જ એના ઇષ્ટદેવ છે અને જળ-જંગલ-જમીન સાથે આદિવાસી સમાજનો ખૂબ જ અનોખો નાતો છે. યુનાઇટેડ નેશને આદિવાસી સમાજને પર્યાવરણ જાળવણી રાખનાર અને જંગલ જમીન સાચવનાર સમાજ તરીકે ઓળખ આપી છે.

ડેડીયાપાડા કોલીવાડ ગામે ખેડૂત ખાતેદાર સાથે જંગલ ખાતાનો કર્મચારી વતી જે તે ખાતેદારના ઉભા પાકને નુકસાન કરેલ છે તેનું સંપૂર્ણ વળતર ચૂકવવામાં આવે તેવી અમારી માંગ છે. ભોગ બનેલા આદિવાસી ખાતેદારને સત્વરે ન્યાય મળે અને ખોટું વર્તન કરનાર જંગલ ખાતાના કર્મચારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી અમારી માંગણી છે. ઉમરપાડામાં ધારાસભ્ય ચેતર વસાવવાના સમર્થનમાં આવેદન આપ્યું હતુ.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button