નર્મદારાજનીતિ

વન વિભાગનો નકાર: આ જંગલ જમીન સનદ જમીન નથી

ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા કેશમાં નવો ખુલાસો

નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના ફુલસર રેંજના જારોલી બીટમાં ખેડૂત અને વન વિભાગ વચ્ચે જમીન ઉપર ખેડાણનો મામલો સમગ્ર નર્મદા જિલ્લા સહિત રાજ્યમાં ભારે ચર્ચાસ્પદ બન્યો છે. ત્યારે આ જમીન વન વિભાગની માલિકીની કે ખેડૂતની સનદવાળી કે સનદ વિનાની, જમીન ઉપર કરવામાં આવેલા ખેડાણ અધિકૃત કે બિનઅધિકૃત એ પ્રશ્નો ઉપસ્થિત થઈ રહ્યા છે.

નર્મદા જિલ્લાના નાયબ સંરક્ષક નીરજ કુમારે ડેડીયાપાડા તાલુકાના જે ખેડૂતની જમીન ઉપર વન વિભાગે ખેડાણ દૂર કર્યું છે. તે જમીન બિનઅધિકૃત સનદ વિનાની હોવાનો દાવો કર્યો હતો. ડેડીયાપાડા તાલુકાના ફુલસર રેન્જમાં સમાવિષ્ટ જારોલી બીટમાં ખેડૂત દ્વારા જમીન ઉપર ખેડાણ કરાતા વન વિભાગના કર્મચારીઓએ ખેડૂતના વાવેલા પાકને દૂર કર્યો હતો. જેથી આ મામલો ખૂબ જ બિચક્યો હતો.

ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ વન વિભાગના કર્મીઓને ધાક ધમકી આપી માર માર્યા હોવાની વાતો પ્રકાશમાં આવતા પોલીસ મથકમાં ધારાસભ્ય ચેતર વસાવા સહિત કુલ ચાર ઈસમ સામે પોલીસ ફરિયાદ પણ નોંધાઈ હતી. ધારાસભ્ય સામે પોલીસ ફરિયાદ નોંધાતા ડેડીયાપાડાના બજારો બંધના એલાન પણ અપાયા હતા.

આ સમગ્ર પ્રકરણમાં આજે નાયબ વન સંરક્ષક નર્મદા નીરજકુમાર જણાવ્યુ હતું કે, ફોરેસ્ટ એક્ટ હેઠળ જે ખેડૂતોને જમીનો આપી હોય તેઓ તે જમીન ઉપર નિર્ભિકપણે ખેડાણ કરી પોતાના પાકોનું વાવેતર કરે છે. તેમની સામે વન વિભાગ દ્વારા કોઈપણ જાતની કાર્યવાહી કરવામાં આવતી નથી. આવા ખેડૂતો નિર્ભિક છે પરંતુ તાજેતરમાં જે ઘટના ફુલસર રેન્જના જારોલી બીટમાં બની હતી. તેમા જે ખેડૂત દ્વારા ખેડાણ કરવામાં આવ્યું હતું એ ખેડાણ ગેરકાયદેસર અને અનઅધિકૃત રીતે કરેલુ હતું.

આવા અનઅધિકૃત દબાણો સામે વન વિભાગ કાયમ જ કાયદેસરની કાર્યવાહી હાથ ધરતો હોય છે. વનનુ રક્ષણ કરવાની પણ જવાબદારી વન વિભાગના સીરે હોય આવા ગેરકાયદેસરના ખેડાનો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવતી હોય છે.

જેમની પાસે જંગલની જમીનોની સનદો છે હકપત્રો છે. તેમને કોઈ જ પ્રકારની બીક કે ભય રાખવાની જરૂર નથી. પરંતુ આવા ખેડૂતોએ તેમને જે મર્યાદામાં જમીનો મળેલી છે તે મર્યાદામાં રહીને જ તેમની જમીનો ઉપર ખેડાણો કરવા જોઈએ. જે જમીનો વન વિભાગના હસ્તકની છે તેવી અનઅધિકૃત જમીનોને તેમણે તેમના ખેતરોમાં ભેળવવી જોઈએ નહીં. જો આવી જમીનો અનઅધિકૃત રીતે ખેડૂતો તેમના ખેતરોમાં ભેળવશે તો વન વિભાગ દ્વારા તેની ગંભીરતાથી નોંધ લેવાશે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. તેવુ નર્મદાના નાયબ સંરક્ષક નીરજ કુમારે જણાવ્યું હતું. 

સરકારે જે જમીનો જમીન ખેડતા ખેડૂતોને આપી છે એ જમીનો ઉપર નિર્ભિકપણે ખેડૂતો ખેડાણ કરે. સાથો સાથ નાયબ વન સંરક્ષક નિરજ કુમારે જનતાને અપીલ કરતાં જણાવ્યું હતું કે, જંગલની સનદોવાળી જમીન ઉપર ખેડાણ કરવા તેમજ પાકનો ઉત્પાદન લેવા કોઈપણ પ્રકારનો ભય રાખવાની કોઈને જરૂર નથી. તમામ જનતાની જંગલોના રક્ષણ કરવાની એક ફરજ છે તે ફરજને પણ જનતાએ યાદ રાખી વનોનું સંરક્ષણ પણ જનતા એ કરવું જોઈએ.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button