ભરૂચ

નેત્રંગ- દેડિયાપાડા હાઇવે પર 50 મીટરના અંતરમાં જ 500 ખાડા

ખાડાને ખાડા કહેવા કે, ક્યારા કહેવા તે સમાજતું નથી

નેત્રંગ – દેડિયાપાડા રસ્તાને નેશનલ હાઇવે કોઈ પણ સંજોગોમાં કહેવાય તેમ નથી. આ રસ્તો ગામડાના ગાડા રસ્તાથી પણ ઉતરતી કક્ષાનો બની ગયો છે.  છેલ્લા 5 વર્ષથી આવી હાલત હોવા છતાં પણ  સરકારી નેશનલ હાઇવેના અધિકારીઓનું પેટનું પાણી હલતું નથી. જ્યારે આ રસ્તા ઉપરથી પસાર થતાં વાહન ચાલકોના શરીરના મણકા તૂટી જાય છે. માત્ર 50 મીટરના આ હાઈવેમાં 500 થી પણ વધુ ખાડા અને તેમાંય 50 તો એટલા મોટા છે કે તેમાં મોટો ક્યારા બનાવીને ડાંગર રોપણી કરવાની ઈચ્છા થઈ જાય.

નેશનલ હાઇવે નંબર 753 ( B ) માં નેત્રંગ ચાર રસ્તાથી લાલમંટોડી સુધી હજારો મહાકાય ખાડા પડી ગયા છે.જેની અવારનવાર સ્થાનિકોએ ઘણી વખત રજૂઆતો કરી છે.  પરંતુ આ નેશનલ હાઇવે અને કોન્ટ્રાક્ટરોની ભાગબટાયની સાંઠગાંઠના કારણે યોગ્ય રીતે ક્યારેય મરામત પણ કરવામાં આવતી નથી. જ્યારે મરામત કરવામાં આવે ત્યારે સાવ લાલિયાવાડી જ કરવામાં આવે છે. અધિકારીઓ માત્ર એજન્સીને નોટીસ આપી સંતોષ માને છે. પરંતુ ક્યારેય આજદિન સુધી એજન્સીની ખરાબ કામગીરીમાં કોઈ દંડનીય કાર્યવાહી અથવા તો એસ.બી.પટેલ કંપનીને બ્લેક લિસ્ટ કરવાના પગલા ભર્યા નથી. રાષ્ટ્રીય ધોરીમાર્ગ મંત્રી નીતિન ગડકરી આ રસ્તા બાબતે યોગ્ય તપાસ કરે અને તેમાં કરેલ ગડબડીના જવાબદારોને દંડનીય કાર્યવાહી કરી બ્લેક લિસ્ટ કરવા નેત્રંગ મહિલા મંડળે માંગણી કરેલ છે .હાઇવે તાત્કાલિક અસરથી યોગ્ય પાણીના નિકાલ સાથે મરામત કરવામાં નહિ આવે તો આ આક્રોશ સાથે રસ્તા રોકો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.

બીજી તરફ જ્યારે નાના દ્વી ચક્રીય અને ચાર ચક્રીય વાહનો તો આખી અંદર જતી રહે તો બહાર પણ નીકળી નથી શકતી જેના લીધે વાહન ચાલકો સર્પાકારે ખાડાની પાળ ઉપર ચલાવવી પડે છે. ઘણી વખત તો સામસામે બે વાહન આવી જતા કયું વાહન કઈ બાજુ લેવું તે મુશ્કેલી ઊભી થાય છે.આ સામસામે થઈ ગયેલા વાહનો નીચે જાય તો ગાબડામાં પડે અને ઉપરની બાજુ લેવા જાય તો ખાડાની પાળ વાહનમાં નીચે અડી જાય ત્યારે એન્જિન ,ગિયર બોક્સ અને નીચેની દરેક મશીનરી તૂટી પડે છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button