તાપી

વ્યારા દૂધ મંડળીમાં ઇ- લાઇટ દાણના ભ્રષ્ટાચાર અંગે કાર્યવાહીની માંગણી

વ્યારા દુઘ મંડળીમાં આશરે અઢી વર્ષથી ઇલાઈટ દાણ તથા મંડળીમાં ગેરવહીવટ માટે તાપી જિલ્લા રજીસ્ટારને લેખિત તથા મૌખિક રજૂઆત અને રજૂ કરવામાં આવી હતી, તેમ છતાં જિલ્લા રજીસ્ટર દ્વારા નિષ્પક્ષ અને પારદર્શિતા જાળવવામાં આવેલ નથી, જેમ કે ઈલાઈટ દાળના ભ્રષ્ટાચાર, ઓછી ગુણવત્તાવાળું દૂધ, દૂધ ચોરી, બીએસયુમાં ભેળસેેળ, કર્મચારીઓ પર હુમલો અને પોલીસ કેસ, સભાસદોને ડરાવવા ધમકાવવા જેવા ઘણા કારણો માટે વારંવાર લેખિત તથા મૌખિક ફરિયાદની જાણ કરવામાં આવેલ, છતાં મનસ્વી રીતે મંડળીમાં ભ્રષ્ટ વહીવટ ચાલી રહેલ છે,

જેની સીધી અસર ગરીબ અને મહેનતુ સભાસદો ઉપર પડેલ છે, મંડળીમાં આશરે 400 સભાસદ દૂધ ભરે છે એટલે એવું કહી શકાય કે મંડળીના વહીવટને કારણે 400 પરિવારના ભવિષ્ય સાથે રમત થઈ રહી છે એવું સ્પષ્ટ થાય છે, વધુમાં ઈલાઈટ દાણની તપાસ બાબતે સુમુલના વ્યારાના ડિરેક્ટર ,સુમુલના ચેરમેન, જિલ્લા રજીસ્ટર તાપી, એમ.ડી. સુમુલ ડેરીનાઓને લેખિતમાં પુરાવા આપેલ હોવા છતાં કેમ કોઈ નિર્ણય લેવામાં આવેલ નથી જે દુઃખદ બાબત છે, જેથી સભાસદોની માંગ છે કે ઉપરોક્ત ભ્રષ્ટાચાર અને મંડળીના ગેર વહીવટ માટે જિલ્લા રજીસ્ટર તાપીનાઓને યોગ્ય નિષ્પક્ષ અને પારદર્શક ન્યાયિક તપાસ કરવા ભલામણ કરવી નહીંતર દિન સાતમાં કલેકટર કચેરી જિલ્લા સેવા સદન વ્યારા જિલ્લા તાપી મુકામે પ્રતીક ઉપવાસ કરી વિરોધ રાખવા માટે લેખિતમાં આવેદનપત્ર સુમુલના એમ.ડી. માનસીહભાઈ પટેલને આપી હોવાનું જાણવા મળી રહ્યું છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button