માંગરોળ

માંગરોળના કંટવાવ ગામની સ્ટોન ક્વોરીની ખાણોમાં વારંવાર અકસ્માતો છતા તંત્ર મૌન‎

ક્વોરીની ખાણમાંથી બહાર આવતી વેળા બાઇક‎60 ફૂટ ઊંચેથી સ્લીપ થતા 2 કામદારોના મોત‎

માંગરોળ તાલુકાના કંટવાવ ગામે‎સ્ટોન ક્વોરી ની પથ્થર ખાણ માંથી‎બહાર નીકળી વખતે બાઈક સ્લીપ‎થતા 60 ફૂટ ઉપર થી બાઈક નીચે‎ખાણ માં પડતા બાઈક પર સવાર‎બે કામદારોના ઘટના સ્થળે મોત‎નીપજ્યા હતા.‎

સ્ટોન ક્વોરીઓની પથ્થરની‎ ખાણોમાં વારંવાર અકસ્માતની ‎ઘટનાઓ સર્જાતાં નિર્દોષ લોકોના‎ મોત થઈ રહ્યા છે ત્યારે સરકારના ‎નીતિ નિયમો હેઠળ સ્ટોન કવોરી ‎ખાણોના સંચાલકો વિરુદ્ધ‎ સરકારી તંત્ર કાર્યવાહી કરે તેવી ‎માંગ સ્થાનિક આગેવાનો દ્વારા‎ કરવામાં આવી છે.

કંટવાવ ગામની‎ સીમમાં આવેલ તુલસીભાઈ ‎પાંચિયાભાઈ ચૌધરીની ખાણમાં‎ મશીનથી પથ્થર ફોડવાનું કામ‎ કરતા રામ પ્રકાશ સુખસેન પાલ, ‎ઉંમર વર્ષ 21,મૂળ રહે ગંગેઇ ગામ, તાલુકો મુઘેરીયા, જિલ્લો સીધી, મધ્ય‎પ્રદેશનો વતની છે તેની સાથે કામ ‎કરતો તેનો સહ કામદાર રાજા‎ગુપ્તા નગીના ગુપ્તા,  ઉંમર વર્ષ 20, ‎મૂળ ઉત્તર પ્રદેશના વતની છે. આ ‎બંને કામદારો બાઈક લઈને ‎પથ્થરની ખાણમાં ઉતર્યા હતા અને ‎રાત્રી સમયે પરત બાઈક લઈને ‎ખાણમાંથી બહાર આવી રહ્યા‎ હતા ત્યારે બાઈક સ્લીપ થઈ જતા ‎60 ફૂટ નીચે પથ્થરની ખાણમાં‎ બાઈક પડી હતી આ સમયે બંને‎ કામદારોને ગંભીર ઇજાઓ થતા‎ ઘટના સ્થળે મોત નીપજ્યા હતા. ‎અકસ્માતની ઘટના સંદર્ભમાં‎ ગિરધારીલાલ સુખદેવ ગુર્જર, મૂળ‎ રાજસ્થાનનો વતની છે અને‎ હાલમાં લોડીંગ ટ્રાન્સપોર્ટીગનું‎કામ કરે છે તેના બે કામદારોનું‎ મોત થતા ઝંખવાવ પોલીસે ઘટના ‎સ્થળે પહોંચી બંને કામદારોની‎ લાશનો કબજો લઈ ફરિયાદ નોંધી‎ વધુ કાર્યવાહી કરી છે, બીજી તરફ‎ કંટવાવના પૂર્વ ઉપ સરપંચ‎bરાજુભાઈ ચૌધરી એ જણાવ્યું કે ‎અગાઉ પણ ખાણોમાં‎ અકસ્માતના બનાવો વારંવાર‎ બનતા લોકોના મોત થાય છે. છતા‎ સુરક્ષાના કોઇ પગલા લેવાતા નથી.‎

Related Articles

Back to top button