તાપી

સોનગઢના ખડકાચીખલી ગામ નજીક ડુંગર પર આગનો ઓબકારો

દવ લાગ્યું કે લગાવવામાં આવ્યું? સત્ય સામે જંગલ વિભાગનું સૌનું મૌન કેમ?

  • હાલની પરિસ્થિતિ મુજબ એવી તો ગરમી નહીં કે, અચાનક આગ લાગે અને દવ લાગે, તો પછી કોણે આગ લગાવી?
  • જંગલની જીવ જંતુને મારી નાખવાનું કાવતરું કોનું? કોણ છે જવાબદાર?

સોનગઢ તાલુકાના ખડકા ચીખલી ગામ પાસે આવેલા એક ડુંગર પર રાત્રીના સમયે દવ ફાટી નીકળતાં અફરા તફરી મચી ગઇ હતી.

આ દવનું સ્વરૂપ વિકરાળ બનતાં વ્યારા નગર પાલિકાના ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. પાલિકા ફાયર વિભાગમાંથી ત્રણ જેટલી ટીમ પાણીના ટેન્કર અને અન્ય સાધનો સાથે સ્થળ પર પહોંચી દવ પર પાણીનો મારો શરૂ કર્યો હતો. ફાયરની ટીમ દ્વારા અંદાજિત 16 હજાર લિટર કરતાં વધુ પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો. આ દવની ઘટનામાં જંગલ અને ડુંગર પરના વૃક્ષો અને વનરાઈને ભારે નુકસાન થયાનું નોંધાયું હતું.

  • જંગલની બાયો ડાયવર્સીટી નાશ કરવાનો આયોજન મુજબનું કાવતરું કરનાર કોણ છે?
  • શું જંગલોમાંથી લાકડા કાઢવા કે જંગલ જમીન ઉપર દબાણ કરવા માટે આગે દવનું સ્વરૂપ ધારણ કર્યું?
  • ફોરેસ્ટ વિભાગ શાંત કેમ છે? 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button