તાપી

કુકરમુંડા તાલુકામાં ટ્રાઇબલ સબ પ્લાન વિભાગ આવાસ યોજના હેઠળ લાભાર્થીઓને બેઘર બનાવતા હોવાનો આરોપ

મૌલીપાડા ગામમાં આવાસના લાભાર્થીને સહાયનું ચુકવણું બાકી રહેતા લાભાર્થી મુશ્કેલીમાં મુકાય

કુકરમુંડા તાલુકામાં આવેલ મૌલીપાડા ગામમાં રહેતી ગરીબ આદિવાસી સમાજની મહિલાને ગત વર્ષમાં ટ્રાયબલ સબ પ્લાનમાંથી આવાસ યોજના હેઠળ પાકુ ઘર બનાવવા અંગે મંજૂરી મળી હતી.

પરંતુ લાભાર્થી મહિલાને ટ્રાયબલ સબ પ્લાન માંથી આવાસ યોજનામાંથી આપવામાં આવતી સહાયની રકમ આ લાભાર્થી મહિલાનાં ખાતામાં આજ દિન સુધી જમા થયેલ નથી.


તાલુકા વિકાસ અધિકારીની કચેરી ખાતે કરેલ લેખિત રજૂઆતમાં જણાવ્યું મુજબ ગત વર્ષે સુનિતાબેન ગણેશભાઈ પાડવી રહે. મૌલીપાડા તા. કુકરમુંડા જી.તાપીનાઓને ટ્રાયબલ સબ પ્લાનમાંથી પાકુ મકાન બનાવવા માટે આવાસ યોજનાનો લાભ આપવામાં આવેલ છે. જેમાં લાભાર્થી મહિલાનાં ખાતામાં આજ દિન સુધી આવાસ યોજના હેઠળ આપવામાં આવતી સહાયની રકમ જમા કરવામાં આવેલ નથી.

  • સરકારની દરેક યોજનાઓ DBT છે, છતાં વચેટિયા સરકારના પૈસાને ઉધઈની જેમ કોરી ખાય છે.
  • ખબર હોવા છતાં અંજાન બનાવનો ઢોંગ કરતા ઉપલી કક્ષાના સરકારી બાબુઓ
  • સરકાર ક્યારે ભ્રષ્ટાચાર નાથશે?

જો કે કુકરમુંડા તાલુકા પંચાયત ખાતે ટ્રાયબલ શાખામાં ફરજ બજાવતા નિકુંજભાઈ પટેલનાં કહેવા મુજબ લાભાર્થી મહિલાને પાકુ મકાન બનાવવા માટે એક ગાડી રેતી આશરે રૂપિયા 7000/- , બે હજાર ઈંટ આશરે રૂપિયા 12,000/- તેમજ સિમેન્ટની થૈલી 19 જેમની કિંમત આશરે 6080/- મળી કુલ રૂપિયા 25,080 /- નું મટિરિયલ નાખવામાં આવ્યું હતું. તેમાં પણ લાભાર્થી દ્વારા મટિરિયલ લાવેલ વાહન ભાડુ રૂપિયા 500/- નું ચુકવણું લાભાર્થીએ આપ્યા હતા. જેમાં મહિલા લાભાર્થી દ્વારા મકાનનું બાંધકામ પાયા લેવલ સુધી કરેલ છે. તેમાં પણ પોતાના ખર્ચે બાંધકામ તેમજ પાયામાં પુરાણ કરેલ છે. મકાનનાં પાયા લેવલનું કામ કરીને પણ લાભાર્થી મહિલાએ બીજા હપ્તાનું ચુકવણું નહિ કરાતા આખરે લાભાર્થી માહીલાએ તાલુકા વિકાસ અધિકારીની કચેરી ખાતે લેખિત રજુઆત કરી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button