માંડવીરાજનીતિ

માંડવી તાલુકા સરપંચ એસો.ની બેઠકમાં વિવિધ પ્રશ્નોની ચર્ચા

માંડવી તાલુકા સરપંચ એશોસિયેશનની એક અગત્યની મિટિંગ તાલુકા પંચાયત માંડવી ખાતે એસોસિયેશન પ્રમુખ કમલેશભાઈ ચૌધરીના અધ્યક્ષ સ્થાને રાખવામાં આવેલ હતી, જેમાં માંડવી તાલુકાના સરપંચો હાજર રહ્યા હતા.

મિટિંગમાં ઉપસ્થિત સરપંચો સાથે તાલુકાની ગ્રામપંચાયતના પડતર પ્રશ્નો અને વિકાસ કાર્યોની ગ્રાન્ટ અને વિકાસ કામગીરી બાબતોની રજૂઆત સંદર્ભે યોગ્ય વિસ્તૃત ચર્ચાઓ કરી માર્ગદર્શન પૂરું પાડ્યું. રાજ્ય સરકાર તથા કેન્દ્ર સરકાર દ્વારા ગ્રામ વિકાસ માટે આપવામાં આવતી વિવિધ યોજના અંતર્ગત ગ્રાન્ટ તથા ગ્રાન્ટોના ગ્રામ વિકાસ સંદર્ભ ઉપયોગ અંગે વહીવટી બાબતોની પણ વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. નવયુવાન સરપંચો સહિત તમામ ગામોના પ્રથમ નાગરિકોની કાર્યશૈલીની સરાહના કરવામાં આવી હતી. બેઠકના અંતે ભોજન કાર્યક્રમ બાદ સૌ છુટા પડ્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button