તાપીશિક્ષણ

ડોલવણ તાલુકાના ગ્રામ્ય વિસ્તાર બહેડા રાયપુરા આવતી એસ.ટી બસ અનિયમિત થતાં નારાજગી

સ્કૂલના સમયે અતિ ઉપયોગી બસ સેવા નિયમિત કરવા માટે માંગ

તાપી જિલ્લાના ડોલવણ વ્યારા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોના એસ.ટી બસનાં રૂટોની એસટી બસ સેવા છેલ્લાં ઘણાં સમયથી અનિયમિત રહેતા વિદ્યાર્થીઓ સમયસર સ્કૂલે નહીં પહોંચતા શિક્ષણથી વંચિત રહેતા વાલીઓમાં રોષ ફેલાયો છે. એસ.ટીની બસ સેવાઓ નિયમિત કરવા માટેની લોક માંગ ઉઠી છે. ડોલવણ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં બહેડા-રાયપુરા અંધાત્રી સહિતના વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ માટે આશીર્વાદ સમાન બારડોલી ડેપો સંચાલિત બારડોલીથી વલવાડા થઈ બહેડા-રાયપુરા સવારે સ્કૂલના સમયે આવતી બસ સેવા અનિયમિત થતાં વિદ્યાર્થીઓ અને વાલીઓમાં આક્રોશ જોવા મળ્યો છે. આ એસ.ટી બસ સેવા છેલ્લાં ઘણાં સમયથી સતત અનિયમિતતાને કારણે વિધાર્થીઓ સમયસર પહોંચી શકતા નથી અને શિક્ષણથી વંચિત રહેવું પડે છે. જેને પગલે સ્થાનિક લોકોમાં રોષ ફેલાયો છે.

બારડોલી ડેપો સંચાલિત આ એસટી બસ સેવાનો લાભ મેળવવા માટે 35 જેટલા વિદ્યાર્થીઓએ એસ.ટી બસનો રેગ્યુલર એસ.ટી બસ પાસ કઢાવ્યો છે.છતાં પણ એસ.ટી તંત્રનાં અણઘડ રેઢિયાળ વહીવટને કારણે વિદ્યાર્થીઓ સમયસર સ્કૂલ સમયે પહોંચી શકતા નથી અને બસ સેવાનો લાભ મળતો નથી અને વિદ્યાર્થીઓએ ખાનગી સાધનોમાં મુસાફરી કરતા આર્થિક નુકસાની વેઠવી પડે છે.

આ એસ.ટી બસ સેવાની છેલ્લાં ઘણાં સમયથી સતત અનિયમિતતાને પગલે વિદ્યાર્થીઓને પડતી તકલીફને ધ્યાનમાં રાખીને બહેડા રાયપુરા ગામના ઉપસરપંચ જગદીશભાઈ પટેલ અને સુમુલના ડિરેક્ટર શૈલેષભાઈ પટેલે એસ.ટી બસને નિયમિત ચાલું કરવા માટે રજૂઆત કરી છે. આ પંથકમાં સ્કૂલના સમયે અતિ ઉપયોગી બસ સેવાઓ નિયમિત કરવા માટેની માંગ કરી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button