તાપી

લોક અદાલતોનો કમાલ: વાલોડમાં સિવિલ કોર્ટના 896 કેસોનો નિકાલ

તાપી જિલ્લાના વાલોડ તાલુકાના મુખ્ય મથકે આવેલ વાલોડની પ્રિન્સીપાલ સિવિલ કોર્ટમાં જીલ્લા કાનુની સેવા સત્તા મંડળ અને તાલુકા કાનૂની સેવા સમિતિ વાલોડ અને વાલોડ વકીલ મંડળના વકીલો દ્વારા તમામ પ્રકારના કેસોની જનરલ લોકઅદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 896 કેસોનો નિકાલ કરાયો હતો.

વાલોડના મુખ્ય મથકે આવેલ વાલોડ સિવિલ કોર્ટના જજ શ્રી આર એસ સિંઘલ સાહેબનાં માર્ગદર્શન  હેઠળ રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વાલોડ વકીલ મંડળના પ્રમુખ મંત્રી હોદ્દેદારો, પક્ષકારો હાજર રહ્યા હતાં. લોક અદાલતમાં જીઇબીના, બેંકના, વાલોડ સિવિલ કોર્ટના કેસોનો વિવિધ પ્રકારના કેસ નિકાલ કરવામાં આવ્યો હતો.

વાલોડ કોર્ટમાં વિવિધ પ્રકારનાં ક્રિમીનલ, સમાધાનકારી, 788 અને પ્રિલિગેશન કેસ 108 મળી કુલ 896 કેસોનો નિકાલ કરવામાં આવ્યો અને 1649521 રિકવરી કરવામાં આવી આ પ્રસંગે વાલોડ સિવિલ કોર્ટના જડજ આર.એસ. સિંઘલ સાહેબે જણાવ્યું કે આ નેશનલ લોક અદાલતનો દરેક પક્ષકારોએ લાભ લેવો જોઈએ.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button