સુરત

નેશનલ લોક અદાલતમાં સુરત જિલ્લાના 29049 કેસનો નિકાલ

2.17 કરોડની વસુલાત અને 49 લાખનો દંડ વસૂલવામાં આવ્યો

ગુજરાત રાજય કાનૂની સેવા સત્તામંડળના સીધા માર્ગદર્શન હેઠળ જીલ્લા કાનૂની સેવા સત્તામંડળ, સુરત દ્વારા આજરોજ સુરત જિલ્લાની દરેક કોર્ટમાં નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું. લોક અદાલતમાં ક્રીમીનલ કમ્પાઉન્ડ કેસો, નેગોશીયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ 138 અન્વયેના કેસ, બેન્કના નાણા વસુલાતના કેસ, મોટર અકસ્માતના કેસ, લેબર તકરારના કેસ, વોટર અને ઈલેકટ્રીસીટી બીલના કેસ, લગ્ન વિષયક તકરારના કેસ, રેવન્યુ તથા સીવીલના કેસ મુકવામાં આવ્યા હતા.

જીલ્લા કાનૂની સેવા સત્તામંડળ, સુરતના અઘ્યક્ષ અને પ્રિન્સીપાલ ડીસ્ટ્રીકટ જજ અતુલઆઈ રાવલના માર્ગદર્શન હેઠળ લોક અદાલતમાં મુકવામાં આવેલ તમામ કેસોમાં સમાધાનના પ્રયત્નો કરવામાં આવ્યા હતા. જેમાં કુલ 6388 કેસો મૂકવામાં આવ્યા હતા. જે પૈકી લોક અદાલતમાં 5392 કેસમાં સમાધાનથી સુખદ નિરાકરણ કરવામાં આવ્યું હતું. સ્પેશયલ સીટીંગમાં કુલ 23903 કેસો મુકવામાં આવ્યા હતા. જે પૈકી 23657 કેસોનું નિરાકરણ કરાયું હતું. આમ, આજ રોજ યોજાયેલ નેશનલ લોક અદાલતમાં કુલ 29049 કેસનો નિકાલ કરવામાં આવ્યો છે.

જેમાં કુલ રૂા.3,10,14,40,964/- રકમનું સેટલમેન્ટ થયું હતું. તથા રૂા.49,96,306/- રકમનો દંડ વસુલવામાં આવ્યો છે. ઈ-ચલણના 31075 કેસોનો નિકાલ કરીને રૂા.2,17,09,150/- રકમની વસૂલાત કરવામાં આવી હતી. તેમજ પ્રિ-લીટીગેશનમાં કુલ – 2929કેસોનો સમાધાનથી નિકાલ કરીને રૂ.3,55,29,245 /- ની રકમનું સેટલમેન્ટ કરવામાં આવ્યું હતું.

23 વર્ષ જુના કેસનું પણ નિરાકણ લવાયું

(1) MACP ના એક કેસમાં 50 લાખમાં સમાધાન કરવામાં આવ્યું. (2) 309 કરોડના કોમર્શીયલ દાવાના એક કેસમાં સમાધાન કરાયું. (3) સને 1988નો એક દાવો સમાધાન થકી પૂર્ણ થયો છે. તેમજ 23 વર્ષ જુનો અન્ય એક દાવો પણ સમાધાન થકી પૂર્ણ થયો હોવાનું સુરત જિલ્લા કાનૂની સેવા સત્તામંડળના સચિવ સી. આર. મોદીની યાદીમાં જણાવ્યું છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button