તાપી

ડોલવણ તાલુકામાં જિલ્લા કલેકટર ડૉ. વિપિન ગર્ગના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું

તાપી જિલ્લામાં આજે જિલ્લા કક્ષાનો સ્વતંત્રતા પર્વની ઉજવણી ડોલવણ તાલુકામાં જિલ્લા કલેકટર ડૉ. વિપિન ગર્ગની હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લાનાં શ્રેષ્ઠ કામગીરી કરનાર પોલીસ વિભાગના જવાનો, આરોગ્ય વિભાગ સહિતના વિવિધ વિભાગના કર્મચારીઓ અને જિલ્લાનું નામ રોશન કરનાર રમત વીરોનું સન્માન મહાનુભાવો દ્વારા કરવામાં આવ્યું હતું.

સમગ્ર દેશમાં આજે 77માં સ્વતંત્રતા પર્વની હર્ષલ્લાસ ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે તાપી જિલ્લામાં પણ તેની શાળા, કોલેજ, સરકારી અર્ધસરકારી, સહકારી ક્ષેત્રે ઉજવણી થઈ રહી છે. આજે તાપી જિલ્લા કક્ષાનો કાર્યક્રમ ડોલવણ તાલુકામાં જિલ્લા કલેકટર ડૉ. વિપિન ગર્ગના હસ્તે કરવામાં આવ્યો હતો.

આજના આ પર્વ નિમિતે તાપી જિલ્લા પોલીસ વિભાગમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર સરકારી કર્મચારીઓ અને રમતગમત ક્ષેત્રમાં તાપી જિલ્લાનું નામ રોશન કરનાર રમતવીરોનું તાપી જીલ્લા કલેકટર સહિતના અઘિકારીઓ અને વ્યારાના ધારાસભ્ય મોહન કોંકણીના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. આજના પર્વમાં વ્યારા, ડોલવણ વાલોડની વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ દેશ ભક્તિના ગીતો સાથે નૃત્ય કરી આજના પર્વની શોભા વધારી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button