નર્મદા

શું રાજપિપલા નગરપાલિકા નગરજનોને દુષિત પાણી પિવડાવી બિમાર કરવા ઈચ્છે છે ?…મહેશ વસાવા

ભુગર્ભ જળને બદલે કરજણડેમનુ વેચાતું લઈ, ભ્રષ્ટાચાર કરવાનું રાજપિપલા નગરપાલિકાનું પુર્વ આયોજન

નર્મદા જિલ્લામાં ફક્ત એક રાજપિપલા નગરપાલિકા આવેલી છે.આ નગરપાલિકાએ પર સે જલ યોજના અંતર્ગત રાજપિપલા અને આજુબાજુના ગામડાઓમાં અપાતુ પાણી કરજણમાંથી ૩ થી ૪ લાખ રૂપિયાનું દર મહીને વેચાતું લઈ લીલ બાઝી ગયેલ,જંગલી જાનવરોના મળ- મૂત્રવાડુ,સડેલી લાશોવાડુ અને ગંદુ પાણી ફિલ્ટર વગરનું રાજપિપલા નગરજનોને પિવડાવી રોગોને આમંત્રણ આપવાનું કામ નગરપાલિકા કરી રહી છે.તેવો આક્ષેપ પૂર્વ નગરપાલિકા પ્રમુખ મહેશ વસાવા લગાવી રહ્યા છે.વધુમા તેમણે જણાવ્યું હતું કે, ભુગર્ભમાં પુષ્કળ પાણી આવેલ છે.તે પાણી કરવાને બદલે કરજણડેમનુ પાણી દર મહીને ૩ -૪ લાખ રૂપિયાનું બિલ ચુકવી ગંદુ પાણી પિવડાવી ભ્રષ્ટાચાર કરવાનું કામ‌ તેમજ નગરપાલિકાને વિકાસને બદલે ડુબાડવાનુ કામ નગરપાલિકા કરી રહી છે.જે સૂનિયોજીત કાવતરું લાગી રહ્યું છે.

જે આવનારા સમયમાં નગરપાલિકા ના નગરજનોને આવું ગંદુ પાણી પિવડાવાશે તો નગરજનો ના ઘરે ઘરે ફરી જાગૃત કરી તીવ્ર આંદોલન કરવાની ચિમકી મહેશ વસાવાએ ઉચ્ચારી છે.

 

Related Articles

Back to top button