માંડવી

માંડવી તાલુકાના રોહિત સમાજ દ્વારા આયોજિત એસ.ટી,એસ.સી, ઓબીસી અને માઈનોરીટી સમાજ એક મંચ પર આવી પાતલ ગામે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ની જન્મ જયંતી ની ભવ્ય ઉજવણી કરવામાં આવી.

ડોક્ટર બાબા આંબેડકર ની જન્મ જયંતી ની ઉજવણી પાતલ ગામના પાટગણામાં ડીજેના તાલે આનંદ મહોત્સવ સાથે ઉજવણી કરાય.

ભારતના સંવિધાનના ઘડવૈયા અને ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકર એક પ્રખર વિધાન સમાજશાસ્ત્રી, અર્થતંત્ર જ્ઞાતા, મહિલા ઉત્કર્ષના પ્રણેતા નિડર સમાજ સેવક સાહિત્યકાર સંશોધનકાર અને કાયદાશાસ્ત્રી લેખક ઉપરાંત પત્રકાર હતા. તેઓ ભારતના લોકોના હૃદયમાં ચિરંજીવી વિભૂતિ રૂપે પ્રસ્થાપિત છે. અને રહેશે. તેઓએ ભારતીય બંધારણ સભામાં નિભાવેલી જવાબદારીને કારણે તેમને બંધારણના ઘડવૈયા તરીકે પણ ઓળખવામાં આવે છે. તેઓ ભારતના પ્રથમ કાયદા મંત્રી હતા. તેમને ભારતના સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ભારત રત્નથી સને 1990 માં નવાજવામાં આવ્યા હતા. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર દ્રઢપણે માનતા હતા. કે મનુષ્યને સાચી ઓળખ તેનું કર્મ અને આચરણ જ છે. સમાજના જાગૃત રાહભર એવા ડોક્ટર આંબેડકર એ પોતાનું જીવન પીડિતોના ઉદ્ધાર અર્થે સમર્પિત કર્યું હતું ભારતના બંધારણમાં બાબાસાહેબ આંબેડકર નો ખૂબ જ મોટો ફાળો છે. 1946 માં જ્યારે વચગાળાની સરકાર રચવાનો તેમજ બંધારણ સભા બોલાવીને ભારતનું બંધારણ ઘડવાનો નિર્ણય લેવામાં આવ્યો ત્યારે ડોક્ટર આંબેડકર ભારતની બંધારણ સભામાં ચૂંટાયા હતા 1947 માં ડોક્ટર ભીમ રાવ બાબા સાહેબ આંબેડકર ભારતના પ્રથમ કાયદાપ્રધાન બન્યા.

સને 1946 માં વચ્ચગાળાની સરકાર રચવાનો તેમજ બંધારણ સભા બોલાવી ભારતનો બંધારણ ઘડવાનો નિર્ણય લેવાયો. ડોક્ટર આંબેડકર ભારતની બંધારણ સભામાં ચૂંટાયા. 9મી ડિસેમ્બર 1946 માં પ્રથમવાર બંધારણ સભા દિલ્હીમાં મળી. ડોક્ટર આંબેડકર ભારતના બંધારણના માળખા વિશે સચોટ વિચારો વ્યક્ત કર્યા. 29 એપ્રિલ 1947 માં બંધારણ સભાએ અસ્પૃશ્યતાને કાયદા દ્વારા ભારતમાંથી નાભૂખ થયેલી જાહેર કરી. ભારતના ભાગલા પછી ભારત પાકિસ્તાન અલગ દેશો અસ્તિત્વમાં આવ્યા. અને ત્રીજી ઓગસ્ટ 1947 માં ભારત ભરની વચગાળાની સરકાર રચી. ભારતની વચગાળાની સરકારમાં ડોક્ટર આંબેડકર ભારતના પ્રથમ કાયદાપ્રધાન બન્યા 29 મી ઓગસ્ટે ડોક્ટર આંબેડકર ની ભારતના બંધારણીય ડ્રાફ્ટિંગ કમિટીના પ્રમુખ તરીકે વરણી થઈ હતી.

અનેક મુશ્કેલીઓ અને નાદુરસ્ત તબિયત વચ્ચે પણ ડોક્ટર આંબેડકર અને બંધારણ સમિતિએ ફેબ્રુઆરી 1948 ના છેલ્લા અઠવાડિયામાં ભારતના બંધારણની કાચી નકલ તૈયાર કરી અને બંધારણના સભાના પ્રમુખ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદને સુપ્રોત કરી 26 નવેમ્બર 1949 ના રોજ ભારતની બંધારણ સભાએ દેશનું બંધારણ પસાર કર્યું આ વખતે બંધારણ સભા ના પ્રતિનિધિઓ તેમજ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદે ડોક્ટર આંબેડકર ની સેવા અને કાર્યના મુક્ત કંઠે વખાણ કર્યા.. અને 26મી જાન્યુઆરી 1950 થી ભારતનું બંધારણ અમલમાં આવ્યું અને દેશ પ્રજાસતાક બન્યો…

ડોક્ટર ભીમ રાવ આંબેડકર જેવી કામગીરી ને લઈ વર્ષોથી 14મી એપ્રિલ ડોક્ટર ભીમ રાવ આંબેડકર ની જન્મ જયંતી ની ઉજવણી કરવામાં આવે છે. જેના સંદર્ભે આ વર્ષ દરમિયાન 14 મી એપ્રિલને એક શાનદાર દિવસ તરીકે મનાવી ડોક્ટર ભીમ રાવ આંબેડકર ની જન્મ જયંતિ ની ભવ્ય ઉજવણી કરાઈ હતી .જેમાં બી,કે ઉન સુરત, માંગરોળ તાલુકા રોહિત સમાજ, માંડવી તાલુકા રોહિત સમાજ તથા આદિવાસી સમાજના લોકો અને ગામના આગેવાનો વડીલો સમુસર ગામના નિમેષભાઈ પરમાર તથા ચિરાગભાઈ સોલંકી તેમજ સુભાષભાઈ રોહિત, બીપીનભાઈ ગોહિલ જેવા આગેવાનોની મેદની માં ડોક્ટર ભીમ રાવ આંબેડકર ની જન્મ જયંતિ ની ઉજવણી કરાઈ હતી. તથા ન્યુ આદિવાસી પાતલ ગામ ની ટીમે આપેલ સહકાર બદલ પણ આભાર વ્યક્ત કરવામાં આવ્યું હતું. આવનાર તમામ મહેમાનોનું પ્રાસંગિક પ્રવચનોથી સ્વાગત કરવામાં આવ્યું હતું. અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ની જન્મ જયંતી ની ડીજેના તાલે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button