માંડવી

સુરત જિલ્લા એલસીબીએ માંડવી નજીકથી વિદેશી દારૂ ભરેલી કાર સાથે એકને ઝડપી પાડ્યો

માંડવી નજીક આવેલા ગરેડીયા પુલ પાસેથી સુરત જિલ્લા એલસીબીની ટીમે દારૂ ભરેલી કાર સાથે ચાલકની ધરપકડ કરી હતી. પોલીસે કારમાં બનાવેલા ચોરખાનામાંથી 84 હજારનો વિદેશી દારૂ ઝડપી પાડી બેને વોન્ટેડ જાહેર કર્યા હતા.

સુરત જિલ્લા એલસીબીની ટીમે ખાનગી રાહે મળેલી બાતમીના આધારે, માંડવી નજીક માંડવી-કીમ માર્ગ પર આવેલા ગરેડીયા પુલ પાસે વોચ ગોઠવી હતી. વોચ દરમિયાન બાતમી મુજબની એક સફેદ રંગની ઇકો કાર આવતા પોલીસે તેને રોકી હતી અને અંદર ચેક કરતાં કારની અંદર પાછળના ભાગે તેમજ સીટની વચ્ચેના ભાગે ચોરખાનું બનાવવામાં આવ્યું હતું. જેમાંથી પોલીસને 840 બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો.

પોલીસે 84 હજારના વિદેશી દારૂ, 3 લાખ રૂપિયાની ઇકો કાર, 350 રૂપિયા રોકડા, એક મોબાઇલ ફોન 5000 રૂપિયા મળું કુલ 3 લાખ 89 હજાર 350 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પોલીસે કારચાલક પિયુષ રણછોડ કામળીયા (રહે નનસાડ, તા. કામરેજ, જી. સુરત, મૂળ રહે તલાલા, ગીરનગરસિંહ ટેકરી, જી. ગીરસોમનાથ)ની ધરપકડ કરી હતી. જ્યારે દારૂ મંગાવનાર જિગ્નેશ પદમાણી અને ભરાવનાર પિન્ટુભાઈને વોન્ટેડ જાહેર કરી તેમની સામે માંડવી પોલીસ મથકમાં ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button