કારોબારગુનોડાંગ

સુબીર સહિત સમગ્ર ડાંગમાં ઝોલાછાપ બોગસ ડોકટરો દર્દીઓનો કરે છે ઈલાજ

ડાંગ જિલ્લામાં બોગસ ડોકટરો ખુલ્લેઆમ દર્દીઓનાં આરોગ્ય સાથે ચેડાં કરી માસુમ જિંદગીને હોમી રહ્યાં છે.

ડાંગ જિલ્લા પંચાયતના આહવા,ગલકુંડ, શામગહાન, સાકરપાતળ, વઘઈ, ઝાવડા, ભેંસકાતરી, કાલીબેલ, બરડીપાડા, સુબીર, પિપલદાહાડ, કેળ, ગારખડી, ચીંચલી, ગડદ સહિતના ગામોમાં ઠેર-ઠેર બોગસ ડોકટરોની હાટડીઓ ચાલે છે.

ડાંગનાં ગરીબ દર્દીઓ નજીકનાં ગામોમાં આવેલ બોગસ ડોકટરો પાસે સારવાર કરાવી રહ્યાં છે. આ ડોકટરો દર્દીની આડેધડ સારવાર કરે છે, કેટલાક દવાખાનામાં તો બેડની સુવિધા ન રહેતાં દર્દીને જમીન કે બાકડા પર સુવડાવી તેણે બાટલો ચઢાવી તેનાં સગા-સંબંધીઓનાં હાથમાં બાટલો પકડાવી દે છે. દર્દીઓને ડુપ્લીકેટ, એકસપાયરી થયેલી અને હેવી ડોઝવાળી દવાઓ આપતાં થોડીવાર બેહોશ રહ્યાં બાદ હોંશમાં આવે છે. આ બોગસ ડોકટરો પાસે હેવીડોઝની ગોળીઓ હોય છે જે કોઈપણ બિમારીને દાબી દે છે એક ઈંજેકશન બાટલો કે પછી દવાનો એક જ ડોઝ લેતાં દર્દી સાજો થઈ જાય છે પરંતુ આ હેવીડોઝવાળી દવાઓ તેનાં શરીરમાં કેવીક આડઅસર પહોંચાડશે તે ગરીબ આદિવાસી દર્દી કે પરિવારનાં લોકોને ખબર પડતી નથી. થોડાક રૂપિયામાં સાજો થઈ ગયો છે તેવું સમજી બોગસ ડોકટરોનો આભાર માને છે.

આવા બોગસ ડોકટરો આડેધડ ફીના નામે લૂંટ ચલાવે છે. બોગસ ડૉકટરો દર્દીનાં સગાઓને જણાવે છે કે તમે મારી પાસે દર્દીને લાવવામાં મોડાં પડ્યાં, જો થોડાક વહેલાં આવ્યાં હોત તો આપણે તેને બચાવી લેતે એવું કહીં પોતાનો લૂલો બચાવ કરતા હોય છે. સગર્ભા મહિલાઓ આવા બોગસ ડોકટરો પાસે સારવાર કરાવવા જાય છે, જેનાથી સગર્ભાઓના આરોગ્યને અસર થાય છે. સુબીર પંથકમાં ઝોલાછાપ ડોક્ટરનું ક્લીનીક છે. તથા હટવાડામાં બેગ લઇને ઉભા રહે છે હટવાડામાં કેટલાક ઝોલાછાપ બોગસ ડોકટરો બેગ લઈને જાહેરમાં ઊભા રહી લોકોની સારવાર કરે છે તેમ છતાં ડાંગ જિલ્લાના આરોગ્ય વિભાગના અધિકારીઓ આવા બોગસ ડોકટરો સામે યોગ્ય કાર્યવાહી કરતાં નથી. ઝોલાછાપ ડોકટરની બોગસ દવાનાં લીધે કેટલાંક લોકોએ જીવ પણ ગુમાવ્યાં છે. છતાં તંત્ર મહાભારતના ધૂતરાષ્ટ્ર સમાન બનીને કેમ બેઠી છે?

Related Articles

Back to top button