ગુજરાત

એસસી, એસટી અને ઓબીસી પ્રત્યે ભાજપ સરકારની ખોટી માનસિકતાંના કારણે વિધાર્થીઓને પરીક્ષામાંથી ઉઠાડી દીધાં.

સાંકળચંદ કોલેજ- વિસનગર મક્કમ,જ્યાં સુધી સ્કોરશિપ કે જાતે પૈસા નહી ભરે,ત્યાં સુધી પરીક્ષામાં બેસવા ન દઈએ.

  • અમારે ફક્ત ફી સાથે મતલબ,તમે અમને ફીના પૈસા આપો,સરકાર વહેલાં આપે,મોડા આપે એ અમારો ઈશ્યુ નથી..ટ્રસ્ટના ચેરમેન પ્રકાશ પટેલ

સરકારના બજેટ પ્રમાણે એસસી,એસટી અને ઓબીસીના ગરીબ અને મધ્યમ વર્ગના વિધાર્થીઓ ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરી શકે અને આધુનિક હરોળમાં આવી શકે,તે હેતુથી ફ્રિ-શિપ કાર્ડ યોજના કાર્યરત છે.અને તે અન્વયે સરકાર વિધાર્થીઓને ૪૦% અને ૬૦% એમ વર્ગીકૃત રીતે ફ્રિ-શિપ કાર્ડની સ્કોલયશિપ આવતી હોય છે.અને તે ફિ થી વિધાર્થીઓ ઉચ્ચ શિક્ષણ લઈ શકે છે.પરંતુ ભાજપ સરકાર એસસી,એસટી અને ઓબીસીના ગરીબ અને મધ્યમ વર્ગનો રસ્તો કેવો રીતે રોકવા તે માટે જાણી જોઈને વિધાર્થીઓની સ્કોલરશિપ ન ચુકવતાં અતચણી પૈદા કરવામાં સફળ થયાની ઘટના સામે આવી છે.

પ્રાપ્ત માહીતીનુસાર મહેસાણા જિલ્લામાં વિસનગરમાં સાંકળચંદ પટેલ કોલેજમાં ગરીબ અને મધ્યમ વર્ગના એસસી,આદીવાસી અને ઓબીસીના વિધાર્થીઓ “ડેન્ટલ”ની ફેક્લટીમાં ફ્રિ-શિપ કાર્ડ યોજનાના આધારે અભ્યાસ કરી રહ્યાં.ત્યાં વિધાર્થીઓના કહેવા પ્રમાણે સરકારની ૪૦% સ્કોરશિપ આવી ગયેલ છે.પરંતુ બિજા તબક્કાની ૬૦% સ્કોલરશિપ હજુ સુધી ન આવતાં વિસનગર સાંકળચંદ પટેલ કોલેજમાંથી વિધાર્થીઓને પરીક્ષામાંથી ઉઠાડી મુકવામાં આવતાં ભારે હોબાળો મચ્યો હતો.તે બાબતે વિધાર્થીઓની ટીમ કલેકટર મહેસાણાંને રજુઆત કરવા રવાના થયેલ છે.તે બાબતે કેટલાંક આગેવાનો વિધાર્થીઓના પ્રશ્ને આગળ આવી સાંકળચંદ પટેલ કોલેજ-વિસનગરના યુનિવર્સિટીના ચેરમેન પ્રકાશભાઈ પટેલને રજુઆત કરતાં ચેરમેન પ્રકાશ પટેલે જણાવ્યું હતું.કે,”અમારે ફક્ત ફી સાથે મતલબ છે.તમે અમને ફીના પૈસા આપો,સરકાર વહેલા આપે કે મોડા આપે એ અમારો ઈશ્યુ નથી.” એવો સણસણાંટ બિનસંવેદનશિલ જવાબ આપવામાં આવ્યો હતો.અગાઉ આ બાબતે રજુઆત સરકારને પણ કરવામાં આવી હતી.તે સંદર્ભમાં પત્ર દ્રારા સાંકળચંદ પટેલ કોલેજ- વિસનગરને જણાવ્યું હતું.કે સ્કોરશિપ આવી જશે.પણ પરીક્ષા આપવા દેવું.પણ યુનિવર્સિટીએ એ બાબતે અજાણ બની કોઈ ધ્યાન આપ્યું નથી.જેના કારણે મહેસાણાંની સાંકળચંદ પટેલ કોલેજમાં એસસી,એસટી અને ઓબીસીના ગરીબ અને મધ્યમ વર્ગના વિધાર્થીઓની આવક એક-દોઢ લાખ રૂપિયા ભરી શકે,એવી સ્થિતિ નથી.તો સ્કોરશિપ ન આવે તો કેશ રકમ વિધાર્થીઓ ક્યાંથી ભરવું.તેવો સવાલ ઉભો થયો છે.અને બિજી તરફ કોલેજ ફક્ત વિધાર્થીઓ જાતે પૈસા ભરે,કે સ્કોલરશિપથી પણ ગમે ત્યાંથી પૈસા સાથે મતલબના ઈરાદા સાથે મક્કમ મુડમાં રહેતાં વિધાર્થીઓ ભારે મુશ્કેલીમાં મુકાયા છે.

વિસ્તૃત અહેવાલથી ફલિત થાય છે કે સરકારમાં બેઠેલાં અધિકારીઓની માનસિકતાં વર્ષો જુની પ્રજાસત્તાક પહેલાંની સ્થિતિ એસસી,એસટી અને ઓબીસી પ્રત્યે હતી.તે સંવિધાનના પણ ધજાગરા ઉડાડીને પોતાનું વલણ કાયમ રાખી રહ્યાં છે.આ કારણે કહેવા ખાતર પ્રજાસત્તાક છે .અમલ નથી.તે કારણે દેશમાં પરિવર્તન આવી રહ્યું નથી.અને સરકારમાં બેઠેલાં અધિકારીઓ એસસી,એસટી અને ઓબીસીના વિધાર્થીઓ આધુનિક પ્રવાહમાં ભળતાં રોકવાનો સચોટ પુરાવો માલુમ પડી રહ્યો છે.

Related Articles

Back to top button