માંડવી

વેગન બ્લાસ્ટિંગથી થરથરી રહેલા અરેઠના ગ્રામજનોમાં પ્રચંડ રોષ પરંતુ જવાબદારો હજી તપાસ સમિતિનો લોપીપોપ પકડાવી રહ્યા છે

મોતના કૂવા જેવી 300 ફૂટથી ઉંડી ખાણમાં વારંવાર થતાં બ્લાસ્ટથી એક જ ફળિયાના 100થી વધુ મકાનોમાં તિરોડો પડી‎

માંડવીના અરેઠમાં‎ ગ્રામજનો માટે અભિશાપ બનેલી‎ ક્વોરી બંધ કરવા મુદ્દે ગ્રામજનોની‎ લડત તપાસના સમિતીના નામે‎ કચડી નાંખવાનો પ્રયાસ થયો છે.‎ આ લડત વહીવટી તંત્ર અલગ રૂપ‎ આપવાનો પ્રયાસ કરે છે. ખરેખર‎ ગ્રામજનોની લડત સાચી કે ખોટી‎એ જાણવા માટે આજ દિન સુધી ‎સ્થાનિક નેતા કે અધિકારીએ રસ‎ લીધો નથી. આદિવાસીઓના ‎ઘરોમાં તીરાડ પડતી રહી છે.‎bભુગર્ભ પાણીના જળસ્તર નીચા‎ જઈ રહ્યા છે. છતાં પ્રજાની વાત ‎કોઈ સાંભળવા તૈયાર નથી.

આ પરિસ્થિતિ જાણવા માટે‎ ટ્રાન્સપરન્સી ન્યુઝ દ્વારા અરેઠ ગામની‎ મુલાકાત લઈ ક્વોરી અસરગ્રસ્ત ‎વિસ્તારોની માહિતી મેળવવાનો‎બપ્રયાસ કર્યો તો આમ તો આખું અરેઠ‎ ક્વોરીમાં થતાં વેગન બ્લાસ્ટિંગથી ‎થરથરે છે. પરંતુ સૌથી વધુ અસર‎ અહીં અરેઠ ડુંગરી ફળિયામાં જોવા‎ મળી હતી. ડુંગરી ફળિયાથી 150 ‎મીટર દૂર ક્વોરી આવેલી છે. જેમાં‎ થતું બ્લાસ્ટિંગના કારણે 100થી‎ વધુ કાચા પાક ઘરોમાં તિરાડ પડી ‎છે. અચાનક થતા બ્લાસ્ટિંગના ‎કારણે ઘરો થરથરી ઉઠે છે. ઘરોમાં ‎કંપન આવે છે. સ્થાનિકોનું કહેવું છે ‎કે દિવસમાં ત્રણથી ચાર વખત ‎બ્લાસ્ટિંગ થાય છે. અમે દેવું કરીને ‎પાક ઘર બનાવ્યા છે. દેવુ પરુ થયું ‎નથી અને અમારો સપનાનો માળો‎ તૂટી રહ્યો છે. સરકારી કચેરી અને‎ અધિકારી કે નેતાઓને રજૂઆત‎ કરીને હવે થાકી ગયા પણ અમારુ ‎સાંભળવાવાળું કોઈ નથી. ઘર‎ સાથો સાથે ભુગર્ભ પાણી નીચુ જતુ‎ રહ્યું છે. પીવાનું પાણી સાથે ખેતીના ‎પાણીની પણ સમસ્યા છે. ઉનાળોબ‎આવતાં જ આ સમસ્યા વિકરાળ‎ બનશે. 300 ફૂટથી ઉંડી મોતની ‎ખીણ તૈયાર કરી છે. તેની ફરતે કોઈ ‎સલામતીની વ્યવસ્થા કરવામાં ‎આવી નથી. અરેઠ ગ્રામજનોએ‎ ગત 10 ફેબ્રુઆરીએ આંદોલન કર્યું‎ હતું. પણ પોલીસે બળ વાપરી આ‎ આંદોલન કચડી નાંખ્યું હતું, અને ‎તપાસનો મોટો લોલીપોપ આપી‎ દીધો હતો. સમિતિનો નિર્ણય નહીં‎ આવે ત્યાં સુધી ક્વોરી બંધ‎ રાખવાનું નક્કી કર્યું હતું. પરંતુ ગત‎ રાત્રીથી ફરી બ્લાસ્ટિંગ શરૂ થઈ‎ ગયું છે. ગ્રામજનોની લડત ચાલુ ‎રહેશે ક્વોરી ઉદ્યોગ સામેના ‎પ્રશ્નોનું નિરાકરણ જરૂરી છે.‎

અમારા ફળિયાની પાછળ ચાલતી સ્ટોન ક્વોરીથી‎ અમને મોટું નુકસાન થાય છે. પાણીનું સ્તર ખુબ‎જ નીચા જતા રહ્યાં છે. અમારે પાણી માટે વલખા‎ મારવા પડે છે. વેગન બ્લાસ્ટિંગ થતાં હોવાથી ‎અમારા ઘરોમાં તિરાડ પડી ગઈ છે. મોટું નુકસાન‎ છે. બીજી તરફ ક્વોરી અમારા ખેતરમાં નજીક‎ કોઈ બ્લાસ્ટિંગ કરવામાં આવે ત્યારે પથ્થરો ‎અમારા ખેતરમાં આવે છે. જેથી અમે ખેતરમાં‎ કામ પણ કરી શકતા નથી. અમે અનેક જગ્યાએ ‎રજૂઆત કરી છે. પણ કોઈ નિરાકારણ આવ્યું ‎નથી. ગાંધીનગરની ટીમ પણ સીધી વિઝીટ કરીને‎ જતી રહી અમને જાણ કરવામાં આવી નથી.‎ અરૂણાબહેન ચૌધરી, સ્થાનિક રહીશ, અરેઠ

દેવું કરી બનાવેલું ઘર તૂટવાને આરે‎

રોજ ત્રણ ટાઈમ બ્લાસ્ટિંગ થાય છે. કોઈ સમય ‎નક્કી નથી. ધરતીકંપના આંચકાથી વધુ આંચકા ‎બ્લાસ્ટિંગના કારણે અનુભવાય છે. આખું ઘર‎ હલી જાય છે. દેવું કરીને ઘરો બનાવ્યા હતાં. દેવુ ‎પુરુ થયું નથી અને બ્લાસ્ટિંગના કારણે ઘરો‎ તૂટવાની આરે છે. ફરિયાદ કોને કરવી. ફરિયાદ‎ કરીને અમે થાકી ગયા છે. ઘરોની સમસ્યા‎ પાણીની સમસ્યા ઉનાળામાં પાણી પણ અન્ય‎ ગામમાંથી લાવવું પડે છે. ટીનાબેન ચૌધરી,‎સ્થાનિક રહીશ, અરેઠ‎

10 દિવસમાં રિપોર્ટ કરવાનો હતો, 7 દિન બાદ સ્પોટ વિઝિટ પણ નથી થઇ‎

10 દિવસમાં રિપોર્ટ આપવાનો હતો, 7 દિવસ છતાં હજુ સુધી કોઈ અધિકારીએ ગામની મુલાકાત લીધી‎ નથી. અરેઠ ગામના આગેવાનો, ક્વોરીના આગેવાનો અને ભૂસ્તર તેમજ માંડવીના સ્થાનિક સરકારી ‎અધિકારીઓ સાથે એક બેઠક યોજવામાં આવી હતી. કુંવરજી હળપતિની વાતને માન્ય રાખી 29 તારીખ‎ સુધી ક્વોરી બંધ રાખવાનો નિર્ણય લીધો છે. ટૂંક સમયમાં જ ક્વોરીના પ્રશ્નોને લઈ સમિતી રચાશે. 10‎ દિવસમાં ક્વોરીના પ્રશ્નોનો રિપોર્ટ તૈયાર થશે. આમા સત્ય શું છે ? તમામ રિપોર્ટ મેળવ્યા બાદ કુંવરજી‎હળપતિ સમક્ષ રજૂ કરી આગળની કાર્યવાહી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જોકે, 7 દિવસ થઈ ગયા‎ હોવા છતાં અસરગ્રસ્ત વિસ્તારમાં એક પણ અધિકારી આવ્યા નથી. સ્થાનિક ગ્રામજનોનો આક્ષેપ છે કે‎ રાત્રી દરમિયાન હજુ પણ ડુંગરી ફળિયાની પાછળ બ્લાસ્ટિંગ થઈ રહ્યું છે.

પોલીસની ભૂમિકા સામે ગ્રામજનોમાં રોષ‎

સ્થાનિક ગ્રામજનો જણાવ્યા અનુસાર ગત 10મી ના રોજ ‎આપવામાં આવેલું આંદોલન કચડવાનો પ્રયાસ થયો હતો.‎ પોલીસે માંડ 18 મહિલાને રજૂઆત કરવા માટે માંડવી‎ ખાતે જવાની પરવાનગી આપી હતી. અન્ય અગ્રણીઓને ‎વાતચીતના બહાને એક કેબિનમાં નજરકેદ કરી દીધા‎ હતાં. પોલીસની આ ભૂમિકાને લઈ લોકોમાં ભારે રોષ‎ જોવા મળી રહ્યો છે. આ કામગીરીને લઇ પોલીસની‎ ભૂમિકા પણ તટસ્થ ન હોવાની ગ્રામજનોમાં ચર્ચા છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button