તાપી

શું આવી છે ગુજરાતની શિક્ષણનીતિ: 55 વિદ્યાર્થીઓ ઝાડ નીચે બેસી અભ્યાસ કરવા માટે મજબૂર

જર્જરિત ઓરડાના કારણે પાથરડા પ્રાથમિક શાળામાં કેટલાક સમયથી બહાર ખુલ્લામાં જ ભણાવવામાં આવે છે

સોનગઢ તાલુકામાં ઘણી શાળામાં ઓરડા ઘટ અને શિક્ષકો પણ ઓછા હોવાની બૂમ છે . પાથરડા ગામની આ શાળામાં પણ ધોરણ એકથી પાંચમાં 55 બાળકો અભ્યાસ કરે છે. તેમના માટે હમણાં સુધી માત્ર બે જ ઓરડા હતાં અને શિક્ષકો પણ બે, આ સ્થિતિમાં મોટે ભાગ ના વિદ્યાર્થીઓ એક સાથે બેસી અભ્યાસ કરે છે. ત્યારે તેમને કેવું પ્રાથમિક શિક્ષણ મળતું હશે એ વિચારવા જેવું છે.

તાકીદે નવા ઓરડા બનાવી આપો

પ્રાથમિક શાળામાં ઓરડા જર્જરિત બન્યાં હોવાથી બાળકોને બેસાડી શકાતાં નથી. હાલમાં બાળકો શાળાની બહારવૃક્ષ નીચે અથવા અન્ય ઠેકાણે બેસી અભ્યાસ કરે છે ત્યારે જર્જરિત ઓરડાના સ્થાને તાકીદે નવા ઓરડા બનાવીઆપવા અમારી માંગ છે. કિરણ ગામીત ગામ આગેવાન

તળાવમાં નહાવા જતાં સંતુલન ગુમાવ્યું હતુ

ગુજરાત રાજ્યમાં પ્રાથમિક શિક્ષણ આપતી શાળાઓમાં ઓરડા નથી, અથવા જર્જરિત થઈ ગયાં છે. જેના કારણે શાળામાં અભ્યાસ કરતાં બાળકો ઝાડ નીચે અથવા ઓટલા તથા શેડ નીચે બેસી અભ્યાસ કરતા હોવાના કિસ્સાઓ પ્રકાશમાં આવતા હોય છે. આદિવાસી વિસ્તાર સોનગઢના પાથરડા ગામની પ્રાથમિક શાળામાં પણ આ જ હાલ છે. ગામના આગેવાનો અને વાલીઓ મળ્યા બાદ તેઓના જણાવ્યાં મૂજબ પાથરડા ગામમાં ગુજરાતની સ્થાપના પહેલાં સન 1955ના વર્ષમાં બે ઓરડાની પ્રાથમિક શાળા શરૂ થઈ હતી. એ સમયે શાળામાં તે સમયની વ્યવસ્થા મૂજબના ઓરડા હતાં. આજે 70 વર્ષ પૂર્ણ થવા આવ્યાં છે, પણ હજુ એક પણ નવો ઓરડો ન બન્યો હોવાનું જણાવ્યું હતું. શાળામાં ધોરણ એક થી પાંચના મળી 55 જેટલાં આદિવાસી સમાજના બાળકો પ્રાથમિક શિક્ષણ મેળવી રહ્યાં છે. શાળામાં હાલ જોવા મળતાં બે ઓરડાની દીવાલમાં મોટી મોટી તિરાડ છે અને છાપરું પણ ગમે ત્યારે તૂટી પડે તેવું છે. શિક્ષકોએ ઓરડાની સ્થિતિ અંગે જાણ તાલુકામાં કરતાં ત્યાંથી તપાસ આવી હતી. તેમાં બાળકો ને બેસાડવાની મનાઈ ફરમાવવામાં આવી હતી. બાળકોનો અભ્યાસ ન બગડે એ વાતનું ધ્યાન રાખી શિક્ષકો શાળા પ્રાંગણમાં ઝાડ નીચે અને મધ્યાહ્ન ભોજન યોજનાના શેડ નીચે બાળકોને બેસાડી અભ્યાસ કરાવાય છે.ગ્રામજનો અને શિક્ષક આલમમાંથી શાળામાં નવા ઓરડા બનાવી આપવાની રજૂઆત કરવા છતાં ઉત્સવમાં વ્યસ્ત સરકારી અને શિક્ષણનું તંત્ર હજી જાગતું નથી. બાળકો વૃક્ષ નીચે બેસી અભ્યાસ કરી રહ્યાં છે અને સરકારી વિભાગ દ્વારા નવા ઓરડા બનાવી આપવાની ફાઇલ ટેબલે ટેબલે ફરી રહી છે એમ કહેવાય તો ખોટું નથી. શાળામાં ઓરડા બનાવવા મંજૂરી નહી મળે તો વાલીઓ બાળકોના શિક્ષણનો પણ બહિષ્કાર કરવાનું મન બનાવી લેવામાં આવ્યું છે.

શિયાળાની ઋતુ ચાલતી હોય ઓટલા પર અને વૃક્ષ નીચે બેસી અભ્યાસ કરતાં બાળકો ને થોડી મુશ્કેલી ઓછી પડે છે પણ ખાસ કરી ને ચોમાસાના સમયમાં તેમની સ્થિતિ દયનીય બની જતી હોય છે.ચોમાસામાં વરસાદ ના કારણે શાળા પટાંગણમાં પણ પાણી ભરાઈ જતું હોય છે જેથી બાળકો શાળા એ આવતાં જ નથી જેથી વરસાદના સમયે શાળામાં રજા જેવો માહોલ હોય છે જેના કારણે બાળકોનું શિક્ષણ બગડી રહ્યું છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button