તાપી

શું વાત છે! સોનગઢના દુમદા ગામમાં “વિકાસ” છેલ્લા ઘણાં સમયથી જવાનો ભૂલી ગયો છે?

બિલકુલ સાચી વાત છે; દુમદા ગામની જો તમે મુલાકાત કરશો તો પ્રાથમિક નજરોમાં તમને દેખાશે, પ્રા. શાળામાં ભયજનક ઓરડો, જર્જરિત રસ્તા અને પાંચ પાણીની ટાંકી બંધ

સોનગઢ તાલુકાના ઉત્તર વિભાગમાં આવેલ દુમદા ગામની ગણના આગળ પડતાં ગામ તરીકે થાય છે.જો કે ગામની મુલાકાત લેતાં કેટલીય સમસ્યાઓ ઉડી ને આંખે વળગી તેવી જોવા મળી હતી. અન્ય સમસ્યા, પીવાના પાણીની મોટી સમસ્યા જોવા મળી હતી. હાલ ગામમાં નાની મોટી મળી કુલ પાંચ પાણીની ટાંકી બંધ છે. મહિલા સરપંચ નજીકના હેલ્થ સેન્ટરના બોર માંથી પાણી મેળવી પૂરું પાડવા પ્રયાસ કરે છે.ઉખલદા ધજાંબા રોડ થી મુખ્ય ચર્ચ નજીક ફળીયા ને જોડતો રસ્તો હાલ કાચો છે.

  • પંચવટી ઉદ્યાન ઉજજ્ડ હોવાથી અસ્તિત્વ જ મટી ગયું છે
  • તલાટી તથા શિક્ષકો અનિયમિત તથા અંતરિક રસ્તાઓ પણ ઉબડખાબડ
  • આરોગ્ય સેન્ટર પર એક કર્મચારી ફરજ પર

ગામમાં આરોગ્ય વિભાગ દ્વારા સબ સેન્ટર ચલાવવામાં આવે છે અને અહીં ત્રણ જેટલાં કર્મચારી ને ફરજ પર મુકવા માં આવ્યા છે.અહીં જ્યારે સેન્ટરની મુલાકાત લેવામાં આવી ત્યારે એક માત્ર મહિલા કર્મચારી ફરજ પર હાજર હતાં.એમની પાસે પણ આરોગ્ય વિષયક પૂરતા સાધનો ઉપલબ્ધ ન હોવાનું ધ્યાન પર આવ્યું હતું.આવી જ સ્થિતિ પ્રાથમિક શાળામાં શિક્ષકો બાબતે પણ જોવા મળી હતી તેઓ પણ શાળા એ નિયમિત હાજર રહેતાં ન હોવા ફરિયાદ છે. ગામમાં તલાટી ઘર છે પણ તલાટી મેડમ નિયમિત આવતાં ન હોવાથી ગ્રામજનોને દાખલા મેળવવા તાલુકા મથક સોનગઢ સુધી લાબું થવું પડે છે. મહિલા તલાટી પાસે અન્ય ચાર્જ હોવાથી તેઓ પહોંચી વળતાં નથી.

પ્રાથમિક શાળામાં એક જર્જરિત ઓરડો બંધ સ્થિતિમાં ભયજનક રીતે ઉભો છે. ઓરડો ઉતારી પાડવા શાળા દ્વારા મંજૂરી માંગવામાં આવી છે પણ એ હજી સુધી ન મળતાં હાલ એ ઓરડો એમ જ ઉભો છે અને જ્યારે શાળા ખુલ્લી હોય ત્યારે નાના નાના બાળકો ત્યાં આસપાસ રમતાં હોય છે.

સરકારી યોજના હેઠળ પંચવટી ઉદ્યાન મંજૂર થયુ હતું. આ અન્વયે રમત ગમત ના સાધનો ગોઠવી બગીચો ઉપયોગી થાય એવા પ્રયત્ન કરવામાં આવ્યો હતો. જો કે મેદાનમાં રમતના સાધનો ગોઠવ્યાના થોડા જ મહિનામાં આ સાધનો તૂટવા માંડ્યા હતાં.

Related Articles

Back to top button