હિમાચલ પ્રદેશ

હિમાચલના ચંબામાં 5.3ના મોટા ભૂકંપથી ફફડાટ, રાતે ત્રાટકવાનું આવ્યું કારણ

હિમાચલના ચંબામાં ભૂંકપનો મોટો આંચકો આવતાં લોકોમાં ફફડાટ ફેલાયો હતો.

હિમાચલના ચંબામાં ગુરુવારે રાતે એક મોટો ભૂકંપ આવ્યો હતો. 5.3ની તીવ્રતાનો મોટો ભૂકંપ આવતાં લોકોમાં ગભરાટની લાગણી ફેલાઈ હતી અને ભારે અફરાતફરી મચી હતી. લોકો જીવ  લઈને ઘરની બહાર દોડ્યાં હતા.

લોકો ઘરની બહાર દોડ્યાં

રાતે અચાનક ધરતી ડોલવા લાગતાં લોકો ઘરની બહાર દોડીને ખુલ્લી જગ્યામાં પહોંચી ગયાં હતા. થોડી વાર તો ભારે અંધાધૂંધી ફેલાઈ હતી.

ગુરુવાર રાતે 9.34 કલાકે ત્રાટક્યો ભૂકંપ 

નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના જણાવ્યાનુસાર ગુરુવાર રાતે 9.34 કલાકે 5.3ની તીવ્રતાનો મોટો ભૂકંપ ત્રાટક્યો હતો. સમગ્ર ઉત્તર ભારતના ભૂકંપના આંચકા અનુભવાયાં હતા.

કોઈ નુકશાનની ખબર નહીં

ચંબામાં આવેલા આ ભૂકંપથી જાનમાલને નુકશાનની કોઈ ખબર નથી.

કેમ આવે છે રાતે 

ઉત્તર ભારતમાં છેલ્લા ઘણા સમયથી રાતના સમયે ભૂકંપ ત્રાટકી રહ્યાં છે. ઉત્તર ભારતના રાજ્યો, દિલ્હી, હિમાચલ, ઉત્તરાખંડ, જમ્મુ કાશ્મીર એક ખાસ પ્લેટ પર આવેલા છે અને ભૂકંપની દ્રષ્ટિએ સૌથી વધુ સંવેદનશીલ છે. આ પ્લેટ રાતના સમયે એકબીજા સાથે વધારે સમય સુધી અથડાતી હોય છે જેને કારણે રાતના સમયે ભૂકંપ અનુભવાય છે.

કયો ભૂકંપ, કેટલો ખતરનાક 

7.9 રિક્ટર સ્કેલ પર ભૂકંપ આવવા પર બિલ્ડીંગો ધરાશાયી થઇ જાય છે. ત્યારે 2.9 રિક્ટર સ્કેલ ભૂકંપ આવવા પર સામાન્ય ધ્રૂજારી થાય છે. જ્યારે 9ની તીવ્રતા પર તબાહી મચી જાય છે. આપણે બતાવીએ ભૂકંપની કેટલી તીવ્રતા આવાથી શું થઇ શકે અને તેની અસર કેવી થાય.

0થી 2 રિક્ટર સ્કેલઃ આ ભૂકંપ આવતા તેની અસર ઓછી થાય છે. આંચકાનો અનુભવ થતો નથી. માત્ર સીઝ્મોગ્રાફથી જ જાણી શકાય છે.

2થી 2.9 રિક્ટર સ્કેલઃ આ ભૂંકપ આવવાથી સામાન્ય આંચકો અનુભવાય છે. થોડી અસર થાય છે.

3થી 3.9 રિક્ટર સ્કેલઃ આ ભૂકંપ આવતાં પંખા અને ઝુમર હલવા માંડે છે. આવા આંચકાથી વસ્તુઓ વેર વિખેર થઇ જાય છે. તમારી બાજુમાંથી કોઇ ટ્રક પસાર થયો હોય તેવી અસર થાય છે.

4થી 4.9 રિક્ટર સ્કેલઃ આ ભૂકંપ એ સાવધાનનો ઇશારો આપે છે. દિવાલોમાં તિરાડો પડી શકે છે. કાચા મકાનો નીચે પડે છે. બારીઓ તૂટી શકે છે. દીવાલો પર લટકાવેલી વસ્તુઓ નીચે પડી શકે છે.

5થી 5.9 રિક્ટર સ્કેલઃ આ ભૂકંપ ખતરનાક સાબિત થાય છે. ફર્નિચર તેની જગ્યા પરથી હલવા માંડે છે. વધુ નુકશાન થાય છે. ફર્નિચર હલવાથી નાની મોટી ઇજાઓ પણ પહોંચે છે.
6થી 6.9 રિક્ટર સ્કેલઃ આ ભૂકંપ બહુજ ખતરનાક માનવામાં આવે છે. આ આંચકો આવાથી કાચી ઇમારતો વધુ પડે છે. જેથી જાનમાલને વધુ નુકશાન થાય છે. ઇમારતોના ઉપરના માળને નુકસાન થઇ શકે છે. ઇમારતોમાં તિરાડો પડી શકે છે.

7થી 7.9 રિક્ટર સ્કેલઃ આ ભૂકંપ આવવા પર બિલ્ડીંગો ધરાશાયી થઇ શકે છે. જમીનની અંદરના પાઇપ ફાટી જાય છે. આ ભૂકંપ આવાથી વધુ તબાહી મચાવી છે. આવો ભૂકંપ ગુજરાતમાં વર્ષ 2001માં ભૂજમાં આવ્યો હતો. અને વર્ષ 2015માં નેપાળમાં આવ્યો હતો. આ ભૂકંપે તબાહી મચાવી દીધી હતી.

8થી 8.9 રિક્ટર સ્કેલઃ આ ભૂકંપ આવાથી સંપૂર્ણ વિનાશ કરી દે છે. ઇમારતો સહિત પુલ પડી જાય છે.

9 અને તેનાથી વધુ રિક્ટર સ્કેલઃ આ ભૂકંપ આવવા પર સંપૂર્ણ તબાહી સર્જાઇ શકે છે. કોઇ મેદાનમાં ઉભા હોઇએ તો તેને ધરતી લહેરાતી જોવા મળે. સમુદ્ર નજીક હો તો સુનામી આવે. ભૂકંપમાં રિક્ટર દરેક સ્કેલના મુકાબલે 10 ગણો વધુ ખતરનાક હોય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button