દેશરાજનીતિ

ચુંટણી ખર્ચ પર ચુંટણી પંચનું રેટ લિસ્ટ, ૧૫ રુપિયાના સમોસા, ૩૦ રુપિયાના પરાઠા અને પનીર પકોડાના ૨૦ રુપિયા

એક હજાર સીસીની સાધારણ ટેકસીનું ૮ કલાકનું ભાડુ ૧૪૦૦ રુપિયા

  • પ્રચાર માટે જોડાતા વાહનોના દર પણ નકકી થયા છે.


લોકસભા ચુંટણી નજીક આવી રહી છે ત્યારે રાજકિય પક્ષો અને અધિકારીઓના ખર્ચ પર ચુંટણી પંચે શકંજો કસ્યો છે. ખાવા પીવાની વસ્તુઓનું રેટ લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે જેમાં ૧૫ રુપિયાના સમોસા, ૬૦ રુપિયા રોટી થાળી ભોજનનો સમાવેશ થાય છે. માર્કેટ રેટને ધ્યાનમાં રાખીને ચુંટણી પંચે રેટ નકકી કર્યા છે.સરકારના નિયમો અને આદેશ મુજબ જીએસટીના જુદા જુદા રેટ પણ લાગશે.

પ્રાપ્ત માહિતી અનુસાર છોલે ભટૂરેની એક પ્લેટના ૪૦ રુપિયા, પરાઠા પ્રતિ પીસ ૩૦ રુપિયા, પનીર પકોડા પ્રતિ પીસ ૨૦ રુપિયા, ગુલાબ જાબુ કિલો ૧૭૫, ચણા સાથે સમોસા ૨૫, ચા, ૧૫ રુપિયા, ચીકન પ્રતિ કિલોગ્રામ ૨૫૦, મટન ૫૦૦ રુપિયા,  સેન્ડવીચ ૧૫ રુપિયા, જલેબી ૭૫ રુપિયા, બરફી ૩૦૦ રુપિયા કિલોગ્રામ અને બેસન બરફીના રેટ ૨૨૦ રુપિયા પ્રતિ કિલો નકકી કરવામાં આવ્યો છે.

ફૂડ ઉપરાંત રહેઠાણની વાત કરીએ તો ડબલ બેડ ડીલકસ એર કન્ડિશનર (એસી) એક રુમ દીઠ ૩ હજાર રુપિયા અને ડબલ બેડ એસી રુમના ૨ હજાર રુપિયા નકકી થયા છે.  એસી વગરના રુમના ૧૨૦૦ જયારે એસી વગરના ડબલ બેડના ૧૨૫૦ રુપિયા નકકી થયા છે. આ ઉપરાંત પ્રચાર માટે જોડાતા વાહનોના દર પણ ચુંટણી પંચ તરફથી નકકી થયા છે. આઠ કલાકના એક હજાર સીસીની સાધારણ ટેકસીનું ભાડુ ૧૪૦૦ રુપિયા નકકી થયું છે.

જેમાં રાત્રે ૧૦ થી સવારે ૬ વાગ્યા સુધી પ્રતિ વ્યકિત રાતવાસોના અલગથી ૨૦૦ રુપિયા આપવામાં આવશે. ઇનોવા ક્રિસ્ટાના ટોપ મોડેલનો ચાર્જ ૩ હજાર રુપિયા જયારે અન્ય ગાડીઓ જેમ કે ટાટા સફારી, ડસ્ટર અને મહિન્દ્રા એસયુવી માટે ૨૫૦૦ રુપિયા નકકી થયા છે. ચુંટણી વિભાગ દ્વારા રચવામાં આવેલી સમિતિ આ ખર્ચા પર નજર રાખશે. કુલ ૨૦૧ જેટલા ખર્ચાનું લિસ્ટ બહાર પાડવામાં આવ્યું છે. આ અંગેની તમામ જાણકારી ચુંટણી પંચને આપવાની રહેશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button