ગુનોદેશરાજનીતિ

સોનિયા-રાહુલને EDએ આપ્યો સૌથી મોટો ફટકો, યંગ ઈન્ડિયાની 751 કરોડની સંપત્તિ જપ્ત, કંપનીમાં 76%નો છે ભાગ

EDએ એસોસિએટેડ જર્નલ્સ લિમિટેડની કરોડો રૂપિયાની સંપત્તિને અસ્થાયી ધોરણે જપ્ત કરવાનો આદેશ આપ્યો છે. આ એક્શન અંતર્ગત 751.9 કરોડની સંપત્તિને કબજે કરવામાં આવ્યું છે.

  • EDથી રાહુલ ગાંધી-સોનિયા ગાંધીને મોટો ફટકો
  • 2010નાં મામલા અંગે હવે લેવાયું એક્શન
  • AJL અને YILની 751 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરવાનો આદેશ

 

એજન્સીએ મની લોન્ડેરિંગનાં મામલામાં પહેલા પણ સોનિયા અને રાહુલ ગાંધી સાથે પૂછપરછ કરી હતી.  તપાસ એજન્સીએ કહ્યું કે જપ્ત કરવામાં આવેલી સંપત્તિમાં AJLની દિલ્હી, મુંબઈ અને લખનઉ સહિત અનેક જગ્યાની પ્રોપર્ટી છે. જેની કુલ કિંમત 661.69 કરોડ રૂપિયા છે. EDએ જણાવ્યું કે યંગ ઈન્ડિયાની પ્રોપર્ટીની કિંમત 90.21 કરોડ રૂપિયા છે.

રાહુલ ગાંધી-સોનિયા ગાંધીનાં નામ જોડાયા
2010માં AJLનાં 1057 શેરધારકો હતાં. લૉસ થયા બાગ તેની હોલ્ડિંગ યંગ ઈન્ડિયા લિમિટેડને ટ્રાંસફર કરી દેવામાં આવી.  યંગ ઈન્ડિયા લિમિટેડની સ્થાપના પણ 2010માં કરવામાં આવી હતી. તેમાં તાત્કાલિન કોંગ્રેસ પાર્ટીનાં મહાસચિવ રાહુલ ગાંધી ડાયરેક્ટરનાં રૂપમાં સામેલ થયાં હતાં. કંપનીમાં 76% ભાગેદારી રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીની છે જ્યારે બાકીનાં 24%ની હિસ્સેદારી કોંગ્રેસ નેતાઓ મોતીલાલ વોરા અને ઓસ્કર ફેર્નાનડિસનાં નામે છે.

વિવાદની શરૂઆત ક્યાંથી થઈ ?
દેશનાં પ્રથમ PM જવાહર લાલ નહેરુએ 1937માં એસોસિએટેડ જર્નલ લિમિટેડ AJLનું ગઠન કર્યું જેનો ઉદેશ્ય અલગ અલગ ભાષાઓમાં સમાચાર પત્રો પ્રકાશિત કરવાનો હતો. જેમાં નેશનલ હેરાલ્ડ, નવજીવન અને કૌમી અવાઝ સમાચાર પત્રો સામેલ છે. 5000 સ્વતંત્રતા સેનાનીઓ આ એસોસિએશનનાં શેરહોલ્ડર હતાં. 2010માં AJLનાં 1057 શેરધારકો હતાં. ઘાટો થવાને લીધે AJLની હોલ્ડિંગ યંગ ઈન્ડિયાને ટ્રાંસફર કરવામાં આવી.  શેર ટ્રાંસફર થતાં જ AJLનાં શેર હોલ્ડર ભડકી ઊઠ્યાં. પૂર્વ કાયદામંત્રી શાંતિ ભૂષણ અને ન્યાયાધીશ માર્કંડેટ કાટજૂ સહિત અનેક શેરધારકોએ આરોપ લગાડ્યો કે જ્યારે YILએ AJLનું અધિગ્રહણ કર્યું ત્યારે તેમને કોઈ નોટિસ નહોતી આપવામાં આવી. શેરહોલ્ડરની સહમતિ પણ નહોતી લેવામાં આવી.

કેસ
2012માં ભાજપનાં નેતા અને દેશનાં નામી વકીલ સુબ્રમણ્યમ સ્વામીએ નેશનલ હેરાલ્ડ મામલામાં સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, મોતીલાલ વોરા, ઑસ્કર ફર્નાંડીસ, પત્રકાર સુમન દુબે અને સેમ પિત્રોડાની સામે કેસ નોંધાવ્યો. તેમણે દાવો કર્યો કે YILએ 2000 કરોડ રૂપિયાથી વધારે સંપત્તિ અને તેનો લાભ મેળવવા માટે ખોટી રીતે નિષ્ક્રિય પ્રિંટ મીડિયા આઉટલેટની સંપત્તિને હાસિલ કરી છે.  આરોપ લગાડ્યો કે YILએ 90.25 કરોડ રૂપિયાની વસૂલીનાં અધિકાર મેળવવા માટે માત્ર 50 લાખ રૂપિયાની ચૂકવણી કરી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button