ઉમરપાડાગુજરાતદક્ષિણ ગુજરાતરાજ્યસુરત

ઉમરપાડા તાલુકાનાં ભૂતબેડા ગામમાં આઠ વર્ષની બાળકીને સાપ કરડ્યો

સુરત સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ

સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાનાં ભૂતબેડા ગામમાં એક આઠ વર્ષની બાળકીને સાપ કરડ્યો હતો. જેથી તેના તાત્કાલિક સુરત સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. બાળકીની હાલત ગંભીર હોવાથી તેને દાખલ કરી ડોક્ટરો દ્વારા સારવાર શરૂ કરવામાં આવી છે.

સાપે કરડી લેતા ગરીબ પરિવારજનો દોડતા થઈ ગયા
મળતી માહિતી પ્રમાણે, સુરત જિલ્લાના ઉમરપાડામાં આવેલા ભૂતબેડા ગામ ખાતે 8 વર્ષીય વંદના વિક્રમભાઈ કોટવાળીયા પરિવાર સાથે રહે છે. પિતા વિક્રમભાઈ ખેતરમાં ખેતીકામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. દીકરી વંદનાને સાપે કરડી લેતા પરિવારજનો દોડતા થઈ ગયા હતા.

બાળકીની હાલત નાજુક
પરિવારજનો દીકરીને લઈને તાત્કાલિક સુરત સિવિલ હોસ્પિટલ દોડી આવ્યા હતા. જ્યાં હાલ બાળકીની સારવાર ચાલી રહી છે. ડોક્ટરોએ પણ બાળકીની હાલતને જોતા તાત્કાલિક બાળકીને દાખલ કરી દીધી હતી. બાળકીના કાન પાસે સાપ કરડી ગયો હોવાથી હાલત નાજુક છે.

બનાવમાં બાળકીને કાન પાસે સાપ કરડી ગયો
વંદનાના પિતા વિક્રમભાઈએ જણાવ્યું હતું કે, “વહેલી સવારે 3 વાગ્યા બાદ દીકરી વંદનાને કાન પાસે સાપ કરડી ગયો હતો. જેથી તેને સુરત સિવિલ હોસ્પિટલ લાવ્યા છીએ. ખેતરમાં જ રહીને ખેતીકામ કરીએ છીએ. ત્યાં જ આ ઘટના બની હતી.” હાલ દીકરીની સુરત સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button