ચોર્યાસી

ચોર્યાસી ડેરીના કારભારીઓએ માર્કેટ રેટ કરતા નીચા ભાવે ફકત સંસ્થાની મિલ્કતો જ નથી વેચી દીધી પરંતુ ભંગારને પણ વેચી દીધો

ચોર્યાસી ડેરીના કારભારીઓએ માર્કેટ રેટ કરતા નીચા ભાવે ફકત સંસ્થાની મિલ્કતો જ નથી વેચી દીધી પરંતુ ભંગારને પણ વેચી દીધો છે. જયારે વાર્ષિક અહેવાલમાં ખોટો નફો દર્શાવીને સભાસદોને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા હોવાની પણ ગંભીર ફરિયાદ મુખ્યમંત્રીને થઈ છે. દિનેશભાઈ રબારી અને જનક પટેલ સહિતનાઓની ફરિયાદમાં જણાવાયું છે કે, ડુંભાલ પ્લાન્ટ ખાતેની નવથી દસ મોટી મોટરો તેમજ વેચાયેલી જમીનના અન્ય ભંગારને પણ વેચી દેવાયો છે. જે તમામ રકમ રેકર્ડ ઉપર લેવાઈ છે કે, નહીં એ તપાસનો વિષય બની રહે છે.

સંસ્થાએ અત્યાર સુધી લાલગેટ, શાસ્ત્રીનગર, સ્ટેશન અને ચોકની દુકાનો પણ વેચી દેવાઈ છે. છતાં છ કરોડની એફ.ડી લેવામાં આવી છે આ ઉપરાંત પ્લાન્ટ ઈન્ચાર્જ દ્વારા પણ દૈનિક આવક જાવક રિપોર્ટ પણ રજૂ નહીં કરાતી હોવાનો ગંભીર મુદ્દો ઉપસ્થિત કરાયો છે. જેમાં મંડળીના જે તે ગામમાંથી ઉધરાવાયેલ દુધ ફેરિયા મારફત વેચાણ થાય છે. જેને પ્લાન્ટ ઉપર મોકલવામાં આવે છે. પરંતુ કેટલાં હગામનું દૂધ પ્લાન્ટ ઉપર જાય છે. અને દૂધની અછતના સમયે બહારથી મંગાવાતું દૂધ પણ પ્લાન્ટ ઉપર મોકલાય છે.

અછતમાં દૂધનો પાઉડર અને તેમાં માત્રા મુજબ પાણી ઉમેરાય તો તેના આધારે પાઉચ તૈયાર થવા જોઈએ પરંતુ પ્લાન્ટ ઈન્ચાર્જ વધારાના દૂધની પણ ઉચાપત થતી હોવાનું જણાવાયું છે. હાલમાં દર મહિને 2 હજાર લીટર દૂધની ઘટ દર્શાવામાં આવે છે. પ્લાન્ટ મેઈન્ટેનન્સના ખોટા બીલો મુકીને કરોડોની ઉચાપતની ફરિયાદ થઈ છે. મંડળીના હોદ્દેદારો અને તેમના પરિવારના ખાતાઓમાં થયેલા વ્યવહારની પણ તપાસની પણ માગણી કરાઇછે.આ ખાતાઓમાં ધણી રકમ બાકી પડતી હોય તેની તપાસ જરૂરી છે. આ મુદ્દે જિલ્લા સહકારી રજિસ્ટ્રાર ઘ્રુવિન પટેલે જણાવ્યું હતું કે, બે સભ્યોની ઈન્કવાયરી મુકાય છે એટલે રિપોર્ટ પારદર્શી અને ડિટેઈલમાં આવશે, કારણ કે, દરેક રિપોર્ટ ઉપર બંનેની સહી જરૂરી બની રહે છે.

Back to top button