માંગરોળ

માંગરોળના તાલુકા વિકાસ અધિકારી તરીકે હરદીપસિંહ ઘરીયાએ ચાર્જ સંભાળ્યો

સુરત જિલ્લાના માંગરોળ તાલુકા વિકાસ અધિકારી તરીકે હરદીપસિંહ ઘરીયાએ ચાર્જ સંભાળતા રાજકીય અને સામાજિક આગેવાનોએ મુલાકાત કરી હતી અને અભિનદન આપ્યા હતા.

માંગરોળ તાલુકા વિકાસ અધિકારી તરીકે હરદીપસિંહ ઘરીયાએ ચાર્જ સાંભળ્યો હતો. માંગરોળના તાલુકા વિકાસ અધિકારી ભુપેન્દ્રસિંહ સિસોદિયા વય નિવૃત થતાં તેમના સ્થાને તાપી જિલ્લાના વાલોડ ખાતે તાલુકા વિકાસ અધિકારી તરીકે ફરજ બજાવતા હરદીપસિંહ ઘરીયાની માંગરોળ ખાતે બદલી કરવામાં આવી હતી. જેથી તેમણે માંગરોળ તાલુકા પંચાયત કચેરી ખાતે હાજર થઈ વિધિવત રીતે ચાર્જ સંભાળ્યો હતો.આ સમયે જિલ્લા પંચાયત સદસ્ય દિનેશભાઈ સુરતી તેમજ અન્ય ચૂંટાયેલા પદાધિકારીઓ, નાયબ ટીડીઓ પ્રીતમભાઈ પરમાર તાલુકા પંચાયત કર્મચારીઓ પ્રાથમિક શિક્ષક સંઘના ઉપપ્રમુખ ઈમરાન ખાન પઠાણ, મહેન્દ્રસિંહ અટોદરિયા વગેરે દ્વારા નવા તાલુકા વિકાસ અધિકારીનું સ્વાગત કરાયું હતું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button