દેશરાજનીતિ

અફવામાં આવી ન જતાં! લોકસભાની ચૂંટણીની તારીખોવાળો મેસેજ ફેક, ચૂંટણીપંચની સ્પષ્ટતા

લોકસભાની ચૂંટણીની તારીખોના વાયરલ થયેલા મેસેજને લઇને ખુલાસો સામે આવ્યો છે.. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલો મેસેજ ખોટો હોવાનો ખુલાસો થયો છે

લોકસભાની ચૂંટણીની તારીખોના વાયરલ થયેલા મેસેજને લઇને ખુલાસો સામે આવ્યો છે.. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલો મેસેજ ખોટો હોવાનો ખુલાસો થયો છે.. આ મામલે ચૂંટણી પંચે સ્પષ્ટતા કરી છે. અને કહ્યુ છે કે કોઇ વ્યકિત દ્વારા આ ખોટુ નોટિફિકેશન ફરતું કરવામાં આવ્યુ છે.

શું હતું વાયરલ થયેલા ખોટો નોટિફિકેશનમાં?

મહત્વપૂર્ણ છે કે આ ખોટા નોટિફિકેશનમાં  12 માર્ચે ચૂંટણીનું જાહેરનામું બહાર પડશે તેવું લખાયુ છે.. 19 એપ્રિલે મતદાન યોજાશે તેવું લખાયુ છે.. 28 માર્ચ સુધી ઉમેદવારી નોંધાવી શકે તેવો ઉલ્લેખ છે.. અને 22મી મેના રોજ ચૂંટણીના પરિણામો જાહેર કરાશે તેવી નોંધ છે. હજુ સુધી ચૂંટણી પંચ દ્વારા  ચૂંટણી સાથે જોડાયેલી કોઇપણ તારીખની જાહેરાત કરાઇ નથી એવામાં આ મેસેજ ફરતો થતા ચૂંટણીપંચે ખુદ આ મામલે સ્પષ્ટતા કરી છે અને આ નોટીફિકેશન નકલી હોવાનું જણાવ્યું છે.

છેલ્લા 2-3 દિવસ થી આ પ્રકારનું ખોટુ નોટીફિકેશન ફરતું થયું

નાગરિકો આવા કોઇ ખોટા નોટિફિકેશનને સાચુ ન માની લે તે માટે આ સ્પષ્ટતા કરાઇ છે.  અમદાવાદ ના સોશિયલ મીડિયા ગૃપોમાં છેલ્લા 2-3 દિવસ થી આ પ્રકારનું ખોટુ નોટીફિકેશન ફરતું થયું છે, કોઈએ  પોતાની રીતે મોબાઈલ અથવા કોમ્પ્યુટરમાં પીડીએફ બનાવીને મેસેજ વાઇરલ કર્યો છે…મહત્વપૂર્ણ છે કે સમગ્ર દેશમાં વિધાનસભા રાજ્યસભા અને લોકસભાથી ચૂંટણીની સત્તાવાર જાહેરાત કેન્દ્રિય ચૂંટણી પંચ દ્વારા જ કરવામાં આવે છે

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button