તાપી

વ્યારા પાલિકા પ્રમુખ તરીકે રિતેશ ઉપાધ્યાય અને ઉપપ્રમુખ તરીકે નીલમ શાહની વરણી

કારોબારી અધ્યક્ષ તરીકે દિલીપભાઈ જાદવ, પક્ષના નેતા તરીકે મહેશભાઇ ગામિત

વ્યારા નગરપાલિકાના અઢી વર્ષના ટમ પૂર્ણ બાદ નવા અઢી વર્ષ માટે પ્રમુખ ઉપપ્રમુખની વરણીને લઈને કેટલાય નામો ચર્ચામાં આવ્યા હતા. તમામ ચર્ચાઓનો અંત આવી જતા ભાજપ પ્રભારી માધુભાઈ કથીરિયા દ્વારા વ્યારા પાલિકામાં અઢી વર્ષ માટે પ્રમુખ તરીકે રિતેશભાઈ ઉપાધ્યાય ઉપપ્રમુખ તરીકે નીલમબેન શાહ અને કારોબારી અધ્યક્ષ તરીકે દિલીપભાઈ જાદવના મેન્ડેડ આધારે નિમણૂક કરી હતી.

થોડા દિવસ પેહલા તાપી જિલ્લામાં પણ આ પ્રક્રિયા સોનગઢ ખાતે કરવામાં આવી હતી, જેમાં આવેલ પ્રતિનિધિઓએ આ પદ માટેના દાવેદરોને સાંભળ્યા હતા. વ્યારા નગર પાલિકાના પ્રમુખ પદ માટે વિવિધ દાવેદારોએ એડીચોટીનો જોર લગાવી દીધુ હતુ. છેલ્લા કેટલાક દિવસથી નગરપાલિકાના પ્રમુખ પદ માટે વિવિધ નામો ચર્ચામાં રહ્યા હતા.

જો કે આ તમામ ચર્ચાઓનો અંત આજરોજ આવી ગયો હતો. તાપી જિલ્લા પ્રભારી માધુભાઈ કથીરિયા અને તાપી જિલ્લા ભાજપ પ્રમુખ મયંકભાઇ જોશી દ્વારા મેન્ડેડ આધારે વ્યારા નગરપાલિકાના આવનાર અઢી વર્ષ માટે પ્રમુખ તરીકે રિતેશભાઇ હિતેન્દ્રભાઈ ઉપાધ્યાય તેમજ ઉપપ્રમુખ તરીકે નીલમબેન ગૌરાંગભાઈ શાહ અને કારોબારી અધ્યક્ષ તરીકે દિલીપભાઈ અમૃતભાઈ જાદવની તેમજ પક્ષના નેતા મહેશભાઈ ગામીત અને દંડક તરીકે જમનાબેન નાનુભાઈ બિરાડે ની વરણી કરી દેવાઈ હતી.

જેને સભામાં ઉપસ્થિત તમામ સભ્યોએ વધાવી લીધી હતી. પ્રમુખ સહિત અન્ય પદોના નામો જાહેર થતાં સમર્થકો દ્વારા હોદ્દેદારોને વધાવી લીધા હતા. વ્યારા પાલિકાના પ્રમુખ રીતેશભાઈ ઉપાધ્યાયએ જણાવ્યું હતું કે આવનાર સમયમાં વ્યારા નગરપાલિકાના વિકાસને વેગવંતુ બનાવી દેવાશે. તમામ પાલિકાના હોદેદારો અને સભ્યો, કર્મચારીઓના સાથ સહકારથી વ્યારા પાલિકા વિકાસના નવા આયોજન કરી નગરજનોને વધુ સુવિધા પૂરી પાડવામાં આવશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button