તાપી

વ્યારા ધાટ ગામે 5 જેટલા ખેતરોમાંથી ઇલેક્ટ્રિક મોટર અને કેબલની ચોરી

વ્યારા ધાટ ગામે રહેતા પાંચેક ખેડુતોની મોટરો- કેબલો- પાઇપલાઇન વિગેરે કોઇ અજાણ્યા ચોર ઇસમો ચોરી જતા ભારે નુકશાન થયું હતું.બનાવ ને લઈ ખેડુતોએ વ્યારા પોલીસને લેખિત ફરિયાદ કરી છે.

વ્યારા તાલુકા ના ધાટ ગામે કણબી ફળિયામાં રહેતા અક્ષયભાઇ કિરીટભાઇ ગામીત, જીગ્નેશભાઇ ધનસુખભાઇ ગામીત, તેજસભાઇ સુનીલભાઇ ગામીત, નયનેશ જે. વસાવા સહિતનાં કુલ પાંચ ખેડુતોનાં ખેતરોમાં છેલ્લા 30 દિવસમાં ચોરટાઓએ આતંક મચાવ્યો છે. ગત તા.2/5/24 નાં રોજ કુલ પાંચ મોટરો- કેબલોની ચોરી કરી જતા સામુહિક રીતે ખેડુતોએ પોલીસ ફરિયાદ કરી છે. રાત્રીના સમયે કુલ 5 ઇલેક્ટ્રીક પિયતની મોટર, પાઇપલાઇન- વાયરોની કુલ 1300 ફુટની ચોરી રૂ.8550, રૂ.1350, રૂ.2700 મળી કુલ રૂ.40.400 નું નુકશાન કોઇ રખડું ટીખળખોરે કરતા ખેડુતોની ઉંઘ હરામ થઈ છે.

Related Articles

Back to top button