ગુનોનર્મદા

સાગબારા તાલુકામાં વીજ માફિયાઓ ઉપર DGVCL કંપનીનો સપાટો

585થી વધારે સ્થળો ઉપર દરોડા પાડી 4 લાખની વીજચોરી ઝડપી પાડવામાં આવી

નર્મદા જિલ્લાના સાગબારા તાલુકામાં વીજકંપનીની ટીમોએ 4 લાખ રૂપિયાની વીજચોરી ઝડપી પાડી છે. .સાગબારા સબ ડિવિઝન હેઠળના કાર્યક્ષેત્રમાં આવતા જ્યોતિગ્રામ વીજ લાઈનોમાં વીજચોરીના કારણે ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશન લેપ્સીસ વધી જવાના કારણે નાયબ ઈજનેર ડેવિડ વસાવાના માર્ગદર્શન હેઠળ 10 જેટલી ટીમો બનાવી ચેકિંગની કામગીરી શરૂ કરવામાં આવી હતી.

તાલુકામાં લગભગ 585 જેટલા વીજ કનેક્શન નું ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું.જેમાં લગભગ 26 જેટલા ઈસમો વીજ ચોરી કરતા ઝડપાય જવા પામ્યા હતા.વીજ ચેકીંગ દરમિયાન વીજ જોડાણોમાં અનેક ગેરરીતીના કિસ્સાઓ સામે આવ્યા હતા. વીજ વાયર પરથી ડાયરેકટ લંગર નાખવા,મિટર સાથે છેડછાડ સહિતના અનેક કિસ્સાઓ સામે આવ્યા હતાં. વીજચોરોને 4 લાખ રૂપિયાનો દંડ ફટકારીને તેમની સામે કાર્યવાહી હાથ ધરાઇ છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button