સુરત

સુરત જિલ્લાના વિવિધ 66 kv વીજ સબ સ્ટેશનમાં ફરજ બજાવતા આઉટસોર્સ કર્મચારીઓને નિયમિત પગાર ના મળતાં એક્ઝિક્યુટિવ ઇજનેરને આવેદનપત્ર આપ્યું

સુરત જિલ્લાના વિવિધ 66 kv વીજ સબ સ્ટેશનમાં ફરજ બજાવતા આઉટસોર્સ કર્મચારીઓને નિયમિત પગાર અને સરકારના ધારાધોરણ મુજબ પ્રાથમિક સુવિધાઓ નહીં મળતા આઉટસોર્સ કર્મચારીઓએ કીમ ચાર રસ્તા 132 કેવી સબ સ્ટેશન ખાતે ફરજ પર હાજર એક્ઝિક્યુટિવ ઇજનેરને આવેદનપત્ર આપી પ્રશ્નોનું નિરાકરણ કરવા માગ કરી હતી.

માંગરોળના વાંકલ સિમોદરા, શાહ તેમજ વિવિધ તાલુકાના ઉમરખાડી કમલાપુર હરિયાલ સીવાણ અરેઠ ગોદાવાડી સહિત કુલ નવ જેટલા 66 કેવી સબ સ્ટેશનના આઉટસોર્સ કર્મચારીઓએ સંયુક્ત રીતે એક્ઝિક્યુટિવ ઇજનેર એસ કે ગામીતને લેખિત રજૂઆત કરતા જણાવ્યું કે, ગુજરાત એનર્જી વિકાશ નિગમ લિમિટેડની પેટા કંપની ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડા (જેટકો)ના અલગ અલગ 66 KV સબસ્ટેશનોમાં અમો બધા 580 અને 1/Aની પોસ્ટ ઉપર પૂરી ઈમાનદારી અને પ્રામાણિકતાથી ફરજ બજાવીયે છે.

મહારાષ્ટ્રના થાણે સ્થિત જે બી સી એન્ટરપ્રાઇઝ કંપનીની અંડરમાં અમે કામ કરીએ છીએ. સબસ્ટેશનના કર્મચારી ઓપરેટરો અને હેલ્પેરોના પગાર, વૉટર બિલ, તથા ટી.એ. બિલ અને ઓ.ટી. કંપની તરફથી આપવામાં આવતી પ્રાથમિક જરૂરિયાતો અનિયમિત ધોરણે પહોંચાડવામા આવે છે. સરકારના નિયમ મુજબ નોકરી કાર્યના બીજા મહિનાના શરૂઆતના 1થી 7દિવસમાં અમારું વેતન મળવું જોઈએ, જે આજ દિન સુધી અનિયમિત રીતે 20 તારીખ પછી જ મળેલ છે અને બીજા મહિના જેમ કે એપ્રિલ 2023થી જાન્યુઆરી 2024 સુધીનુ વેતન તારીખ 20 પછી જ આપવામાં આવ્યું છે અને ફેબ્રુઆરી 2024નું વેતન આજ તારીખ સુધી આપવામાં આવ્યું નથી. તો વેતન 2 દિવસની અંદર વહેલી તકે કરી આપો જેથી મોટો તહેવાર હોળી કર્મચારીઓ પરિવાર સાથે સારી રીતે ઉજવી શકે.

જે.બી.એસ એન્ટરપ્રાઇઝ દ્વારા મારફત આપવામાં આવતી પ્રાથમિક જરુરિયાત જેવી કે લોગ સીટ, એલ.સી.પી. બુક સ્પેનર જેવી સાધન સામગ્રી અનિયમિત ધોરણે પહોંચાડવામાં આવે છે અને અન્ય સામગ્રી જેવી કે એપોઇન્ટમેન્ટ લેટર, આઇ ડી કાર્ડ જેવી વસ્તુ આપવામાં આવી નથી. જે આપવાની કર્મચારીઓએ માગ કરી હતી. જયારે એબ્નોર્મલ કન્ડિશન ઉભી થાય છે, ત્યારે કંપનીને જાણ કરવા માટે કંપનીના સ્ટાફ અને જવાબદાર વ્યક્તિને ફોન કરાવમાં આવે છે. ત્યારે તેઓ દ્વારા ફોન સ્વિચ ઓફ કરી દેવામાં આવે છે અને કંપની તરફથી કોઈપણ જાતનો સપોર્ટ કરવામાં નથી આવતો અને કોઈપણ જાતના બીલ પણ મંજૂર કરવામાં આવતા નથી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button