ગુજરાત

ગુજરાતમાં કોરોનાની એન્ટ્રી, ગાંધીનગરમાં બે કેસ નોંધાતા તંત્ર ફરી દોડતું, સામે આવી ટ્રાવેલ હિસ્ટ્રી

અચાનક જ રાજ્યમાં કોરોનાનાં બે કેસ નોંધાતા આરોગ્ય વિભાગ દોડતું થઈ જવા પામ્યું હતું. ગાંધીનગરમાં બે મહિલાઓને રિપોર્ટ કોરોનાં પોઝિટીવ આવ્યા હતા.

  • ગુજરાતમાં કોરોનાની એન્ટ્રી
  • ગાંધીનગરમાં સેક્ટર-6 માં કોરોનાનાં બે કેસ નોંધાયા
  • બન્ને વ્યક્તિઓ દક્ષિણ ભારતના પ્રવાસે ગયા હોવાનું આવ્યું સામે

ગુજરાતમાં કોરોનાની એન્ટ્રી થતા આરોગ્ય વિભાગ સતર્ક થઈ જવા પામ્યું છે. ગાંધીનગરમાં કોરોનાનાં બે કેસ નોંધાતા આરોગ્ય વિભાગ દ્વારા સતર્કતાનાં ભાગરૂપે મહિલાનાં સંપર્કમાં આવેલા તમામ લોકોનાં સેમ્પલ લઈ તપાસ અર્થે મોકલ્યા છે.

બંને વ્યક્તિ દક્ષિણ ભારતના પ્રવાસે ગયા હોવાનું આવ્યું સામે
કોરોનાં પોઝિટિવ આવેલ બંને વ્યક્તિ દક્ષિણ ભારતનાં પ્રવાસે ગયા હોવાનું પણ પૂછપરછમાં સામે આવ્યું છે. કોરોનાં પોઝિટિવ આવેલ બંને મહિલે સેક્ટર-6 નાં રહેવાસી છે. સેમ્પલ લઈ જીનોમ સિકવન્સ માટે મોકલી આપવામાં આવ્યા છે.

ગાંધીનગરમાં બે પોઝિટીવ કેસ નોંધાતા લોકોમાં ભયનો માહોલ
ધીરે ધીરે સમગ્ર દેશમાં કોરોનાંનાં કેસમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે કર્ણાટક સરકારે કોવિડ-19 કેસને લઈ એડવાઈઝરી જાહેર કરી દેવાઈ છે. જે બાદ આજે ગાંધીનગર ખાતે કોરોનાંનાં બે પોઝિટીવ કેસ નોંધાતા લોકોમાં ફરી ભયનો માહોલ વ્યાપી જવા પામ્યો હતો.

બંને મહિલાને હોમ આઈસોલેટ કરી આરોગ્ય વિભાગ દ્વારા સારવાર શરૂ
ગાંધીનગરમાં પોઝિટીવ આવેલ બંને વ્યક્તિ દક્ષિણ ભારત તેમજ કર્ણાટક ખાતે ફરી પરત ગાંધીનગર આવ્યા હતા. ત્યારે બંને વ્યક્તિને છેલ્લા ઘણા સમયથી શરદી, ખાંસી અને તાવ આવતો હતો. જે બાદ આરોગ્યની ટીમ દ્વારા બંને વ્યક્તિનો કોરોનાં રિપોર્ટ કર્યો હતો. જે બાદ બંને મહિલાનો કોરોનાં રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. હાલ આરોગ્ય વિભાગ દ્વારા બંને મહિલાઓને હોમ આઈસોલેટ કરી તેઓની સારવાર ચાલી રહી છે.

કેન્દ્રએ તાજેતરમાં રાજ્યોને એક એડવાઇઝરી જારી કરી
ભારતમાં કોવિડ-19ના કેસમાં થયેલા વધારા અને JN.1 વેરિઅન્ટના પ્રથમ કેસની શોધને ધ્યાનમાં રાખીને કેન્દ્રએ તાજેતરમાં રાજ્યોને એક એડવાઇઝરી જારી કરી છે. રાજ્યોને કોવિડની સ્થિતિ પર સતત દેખરેખ રાખવા વિનંતી કરવામાં આવી હતી. રાજ્યોએ નિયમિતપણે જિલ્લાવાર SARI અને ILI કેસોની જાણ કરવી પડશે અને તેનું નિરીક્ષણ કરવું પડશે. રાજ્યોને મોટી સંખ્યામાં RT-PCR પરીક્ષણો સહિત પર્યાપ્ત પરીક્ષણ સુનિશ્ચિત કરવા સલાહ આપવામાં આવી હતી. ઉપરાંત જીનોમ સિક્વન્સિંગ માટે INSACOG લેબોરેટરીમાં પોઝિટવ સેમ્પલ મોકલવાની સલાહ આપવામાં આવી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button