નર્મદા

પરદેશી તાકત અને ઈન્ટરનલ તાકતથી ટ્રાયબલ લુંટાતો અટકાવવા” ભારત આદીવાસી સૈના” સંગઠનની સ્થાપના જરૂરી હતી…..છોટુભાઈ વસાવા

શિડ્યુલ-૫ અને ૬નું સંવિધાનમાં પ્રાવધાન કરનાર જયપાલસિંહ મુંડાની ૫૪ મી પુણ્યતિથિએ "ભારત આદીવાસી સૈના" સંગઠનની રચના

  • BTTS ” લગામ વગર ઘોડા જેવી પરિસ્થિતિ નિર્માણ થતાં “ભારત આદીવાસી સૈના” સંગઠનની રચના કરી રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે છોટુભાઈ વસાવાની વરણી

સને-૨૦૨૪ માં પછાતોના સંવૈધાનિક અધિકારો માટે વૈચારિક લડત ચલાવવા માટે “ભારતીય ટાઈગર સૈના” સાયાજીક સંગઠનની સ્થાપના થતાંની સાથે જ દેશ કે રાજ્યમાં ઝંઝવાતા પવનની જેમ રોફ જમાવ્યો હતો. આ સંગઠનની રચનાની સાથે બીટીપી પાર્ટી। પણ સને -૨૦૧૭ માં લોન્ચ કરવામાં આવી હતી.દેશની ભાજપ અને કોગ્રેસ જેવી નેશનલ પાર્ટીઓમાં ખડભળાટ મચી ગયો હતો.તે કારણે બીટીપી અને બીટીટીએસને તેના દબદબાને શાખી ન શકનાર બાહ્ય પરિબળોએ અપ્રત્યક્ષ કામગીરી કરી બીટીટીએસ અને બીટીપીના આગેવાનોને તોડવાનો શિલશિલો કાયમ રહેતાં બીટીપી અને બીટીટીએસ ના રાષ્ટ્રીય અધ્યક્ષ મહેશભાઈ વસાવાએ લોકસભાની ચુંટણી પુર્વે જ કમલમ- ગાંધીનગર ખાતે ભાજપનો ખેચ ધારણ કરતાં બીટીટીએસ અને બીટીપી લગામ વગરના ઘોડા જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી.ઉપરાંત કયા કારણસર છેલ્લા એક વર્ષથી બીટીટીએસ / બીટીપી સાયલેન્ડ મુડમાં મકાઈ ગઈ હતી.તેના કારણે સંગઠનના કાર્યકરો અધવચ્ચે અટવાઈ ગયા હતા.અને તેમની માંગને લઈને આજ તા.૨૦/૦૩/૨૦૨૪ ના દીને ભરૂચ જિલ્લાના ઝગડીયા તાલુકાના બીટીટીએસ/ બીટીપી ના સંયોજકે લોકસભા ચુંટણી પૂર્વે જ સામાજીક સંગઠન ” ભારત આદીવાસી સૈના” લોન્ચ કરી અને રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે છોટુભાઈ વસાવાની નિમણુંક કરવામાં આવી હતી.અને ટુંક સમયમાં રાજ્ય,જિલ્લા કે તાલુકાના હોદ્દેદારોની વરણી કરવામાં આવશે.અને ટુંક સમયમાંજ રાજકીય પાર્ટીની પણ રચના કરવામાં આવશે .તેની સંભાવના વર્તાઈ રહી છે .

વધુમાં “ભારત આદીવાસી સૈના” ના નવનિયુક્ત રાષ્ટ્રીય અધ્યક્ષ છોટુભાઈ વસાવાએ પ્રવચનમાં સંબોધતાં જણાવ્યું હતું.કે,જેટલી પણ ખનિજ સંપત્તિ છે .તે ટ્રાયબલની અંદર છે.છતાં ટ્રાયબલ વિસ્તારને જ વિસ્થાપન,શોષણ,અત્યાચાર અને વિકાસથી વંચિત રાખવાના પેંતરા પરદેશી તેમજ આંતરિક પરિબળો દ્રારા લુંટ ચલાવવામાં આવી રહી છે.આ પરદેશી અને ઈન્ટરનલ ટ્રાયબલને લુંટતાં અટકાવવા અને લડત આપવામાં બીટીટીએસ બિનકાર્યરત થતાં નવા સંગઠનની તાતી જરૂરીયાત ઉભી થતાં સંવિધાનમાં શિડ્યુલ-૫ અને ૬ નું પ્રાવધાન કરનાર જયપાલસિંહ મુંડાની ૫૪ મી પુણ્યતિથિએ ” ભારત આદીવાસી સૈના ” સંગઠનની રચના કરી છે.આઝાદીબાદની સરકારોએ ટ્રાયબલને ખતમ કરવા સિવાય બિજુ કામ કર્યુ નથી.આવી ઘોડા- ગધેડા જેવી સરકારો અમને ચાલે એમ નથી.તેથી ટુંક સમયમાં લોકસભા ચુંટણી પુર્વે આમ આદમી પાર્ટી અને કોગ્રેસનું ઈન્ડિયા ગંઠબંધન અને ભાજપ વચ્ચેની હરિફાઈની ચર્ચામાં નવું સ્વરૂપ છોટુભાઈ વસાવાનું ઉભરી આવતો બંન્ને હરિફો વચ્ચે ચિંતાનો વિષય જરૂર બનશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button