નર્મદા

ડેડીયાપડા તાલુકામાં આઝાદીના 75 વર્ષ બાદ પણ નથી મળ્યો રસ્તો

વાઘઉંમર પાનખલાથી આંબાડુંગરી સુધીનો 2 કિમીનો રસ્તો સ્થાનિકો ફાળો ઉઘરાવી બનાવવા મજબૂર

નર્મદા જિલ્લાના ડેડીયાપાડાના વાઘઉઁમર પાનખલાથી આંબાડુંગળી, ગોટાળી ફળિયા સહિતના ફાળિયાઓ જંગલવિસ્તારમાં આવતા હોય અંદાજિત 1200 જેટલા લોકોની વસ્તી આ બે ફળિયામાં રહે છે. જેનું દોઢથી બે કિલોમીટનું અંતર થાય છે. ડુંગરાળ વિસ્તાર હોવાથી કાચો રસ્તે અહીં અવર જવર થઇ શકે છે, પરંતુ આ ગામમાં નથી બસ આવી શકતી કે કોઈ દિવસ 108 આવી નથી. બીમાર લોકોને ઝોળી લઈને મુખ્ય માર્ગ સુધી લઈ જવાની પ્રથા વર્ષોથી ચાલતી આવી છે.

ગામના આગેવાન ભારજીભાઈ મનછાભાઈ વસાવા જણાવ્યું કે, આ ગામોમાં આઝાદીકાળથી રસ્તો બન્યો નથી. ચોમાસામાં ડુંગરોપરથી વહેતા પાણી પાંચથી છ ફુટ ઊંડા ખાડા પાડી દે છે. એટલે અવરજવર સદંતર બંધ થઇ જાય છે.

આ ગામના લોકો અભણ હોય કોઈને રજૂઆત કરતા પણ આવડતું નથી. એટલે દર વર્ષે જાતે ફંડફાળો એકત્રિત કરીને રસ્તો બનાવે છે અને ખાડા પુરે છે. ત્યારે આ ગરીબ અશિક્ષિત આદિવાસીઓની સુવિધાઓ માટે કેમ કોઈ કશુ કરતા નથી.

આ માટે કોઈ સુધારો લાવવાની કોશિશ કરી નથી. એટલે ચોમાસામાં ધોવાઈ જાય એ રસ્તો જાતે કોઈ 100 કાઢે, કોઈ 200 રૂપિયા કાઢે એ પણ મજૂરી કરી લાવેલા એમાંથી 10થી 15 હજાર જેવા ભેગા કરી સાધનો લાવે છે. રોડ બનાવે આ રોડ બનાવતા તેમને એક મહિનો લાગે અને જો કોપ માવઠું ભારે આવ્યું ત્યારે ફરી ખાડા પાડી દે આવી મુશ્કેલીમાં લોકો રહે છે. સરકાર તેમને સુવિધા આપે એવી માગ આ લોકો કરી રહ્યા છે.

આ બાબતે એક જાગૃતિ નાગરિક દ્વારા વીડિયો બનાવી વાઈરલ કરતા વિરોધ પક્ષને એક મોકો મળી ગયો છે. હવે સરકાર ત્યાં પહોંચે છે કે કેમ એ જોવું રહ્યું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button