દેશપશ્ચિમ બંગાળરાજનીતિરાજ્ય

મમતા બેનર્જીએ પુરાવા સાથે કર્યો ચોંકાવનારો દાવો

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ગુરૂવારે આરોપ લગાવ્યો કે, ભારતીય જનતા પાર્ટી 2024 ની લોકસભા ચૂંટણીમાં ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM) ને હેક કરવાની યોજના બનાવી રહ્યા છે.

બંગાળ સીએમએ રાજ્ય સચિવાલયમાં એક પત્રકાર પરિષદ સંબોધિત કરતા આ ટિપ્પણી કરી હતી. મુખ્યમંત્રીએ કહ્યું કે, “ભાજપે પહેલા જ પોતાની યોજના શરૂ કરી દીધી છે. તેઓ ઇલેક્ટ્રોનિક મશીનોને હેક કરવા માટે અનેક પ્રકારની વ્યવસ્થા કરી રહ્યા છે. અમને માહિતી મળી છે અને કેટલાક પુરાવા પણ મળી ચુક્યા છે. અમે વધારે પુરાવા શોધી રહ્યા છીએ. આ અંગે I.N.D.I.A ગઠબંધનના સભ્યોની આગામી બેઠકમાં ચર્ચા માટે જશે. બેઠકની તારીખ હજી નક્કી નથી થઇ.”

મુખ્યમંત્રીએ રાષ્ટ્રીય જનતાંત્રિક ગઠબંધન (NDA) પર નિશાન સાધતા કહ્યું કે, તેના મોટા ભાગના સભ્યો છોડીને જતા રહ્યા છે. તેમણે દાવો કર્યો કે, વિપક્ષી ગઠબંધન લોકસભા ચૂંટણી જીતશે. મમતાએ કહ્યું કે, દિલ્હી ભારતની રાજધાની છે. અમે દિલ્હી જીતવા જઇ રહ્યા છીએ. INDIA ગઠબંધનનું ગઠ દેશને આપદા, સાંપ્રદાયિક તણાવ અને બેરજગારીથી બચાવવા માટે કરવામાં આવ્યું હતું. અમારુ ગઠબંધન નવું છે અને સમગ્ર દેશમાં છે. અમે સરકાર બનાવવા જઇ રહ્યા છીએ.

પેટ્રોલ પંપ એટેન્ડેન્ટને પણ ભગવા વર્દી પહેરાવવામાં આવે છે
ભાજપ પર સમગ્ર દેશમાં હિંસા ફેલાવવાનો આરોપ લગાવતા મમતાએ કહ્યું કે, સંવિધાન શબ્દ તે લોકોની ડિક્શનેરીમાં જ નથી. તેમાં માત્ર હિંસા જ શબ્દ છે. તેઓ દર વસ્તુને ભગવા કરવા માંગે છે. એટલે સુધી કે પેટ્રોલપંપ એટેન્ડેટને પણ ભગવા વર્દી પહેરાવવામાં આવી રહી છે. ભાજપની પાસે આપવા માટે બીજુ કાંઇ જ નથી. જો સમગ્ર દેશનું ભગવાકરણ થઇ જાય છે બાકીના રંગ ક્યાં જશે? તેમણે કહ્યું કે, ભગવા રંગ ભક્તિ, ત્યાગ અને પવિત્રતાનું પ્રતિક છે. જો તેને ઉત્પીડનના પ્રતીક તરીકે તેનો ઉપયોગ કરવામાં આવશે તો લોકો તેનો સ્વીકાર નહી કરે.

ભાજપ પર વળતો પ્રહાર
EVM અંગે બેનર્જીની ટિપ્પણી અંગે પ્રતિક્રિયા આપતા બંગાળ ભાજપના પૂર્વ અધ્યક્ષ રાહુલ સિન્હાએ કહ્યું કે, તેઓ પહેલા જ હાર સ્વિકાર કરી ચુક્યા છે. સિન્હાએ કહ્યું કે, આ આરોપ એક એવા વ્યક્તિ દ્વારા લગાવાયો છે જે પહેલાથી જ ચૂંટણીમાં ગોટાળા કરવામાં માહેર છે. જેવું કે અમે હાલની પંચાયત ચૂંટણીમાં જોયું હતું, જેમાં કાગળના મતપત્રોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. મમતા બેનર્જીએ બંગાળમાં 2021 વિધાનસભા ચૂંટણી પહેલા ઇવીએમ હેકિંગ અંગે આ જ આરોપ લગાવ્યો હતો. જો કે જીત્યા બાદ ચુપ થઇ ગયા હતા. તેમણે કહ્યું કે, એનડીએ ફરીથી સત્તામાં આવી રહ્યું છે. તે અંગે કોઇ શંકા નથી. બેનર્જી બુમો એટલા માટે પાડી રહ્યા છે કારણ કે તેઓ જાણે છે તેઓ જીતી શકે તેમ નથી માટે હારનું અત્યારથી જ તૈયાર કરી રહ્યા છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button