નર્મદા

મહેશ વસાવાએ મજુર કમિશનર ગુજરાતને આવેધનમાં ટાંક્યું, નર્મદા જિલ્લામાં તમામ નાના નાના વેપારીઓ, કરાર આધારિત કર્મચારીઓનું શોષણ થાય છે

રાજપીપળામાં આવેલી હોટલો, દુકાનો, દવાખાનાઓ અને ખાનગી સંસ્થાઓમાં સરકારના નિયમ કરતાં ઓછું વેતન આપવામાં આવતું હોવા બાબતે સરકારમાં રજૂઆત કરી છે. મજુર કમિશનર ગુજરાત ને લેખિતમાં મહેશ વસાવાએ કરેલી રજૂઆત મુજબ જિલ્લામાં તમામ વેપારીઓ કર્મચારીઓ નું શોષણ કરે છે.

ખરેખર કાયદા મુજબ લઘુતમ વેતન ધારામાં કુશળ કારીગર ને દૈનિક વેતન 474 રૂપિયા, અર્ઘ કુશળ કારીગર ને 462 રૂપિયા અને બિન કુશળ કારીગર ને 452.એટલે બિલકુલ અભણ મજુરને 452 રૂપિયા તો ફરજિયાત આપવા પડે તો એ હિસાબે રજા કપાતા પણ 452x 25 =11,300 રૂપિયા થાય પણ વેપારીઓ 5 થી 6 હજાર આપે છે તો આવા તમામ વેપારીઓ અને હોટેલો સહીત જો મજુર અધિકારી રેડ કરી તેમની કર્મચારી અંગેના પુરાવા કે આપવામાં આવતા પગાર બાબતે સઘન તપાસ કરવામાં આવે તે જરૂરી છે.

Related Articles

Back to top button