તાપી

MGNREGA કાયદા હેઠળ નિઝર અને કુકરમુંડાના 8 ગામમાં નાણાની ઉચાપત

TDO દ્વારા 7 લોકો સામે પોલીસમાં ફરિયાદ નોંધાવાઇ

તાપીના નિઝર અને કુકરમુંડા તાલુકામાં સમાવેશ આઠ જેટલાં ગામોમાં ગત વર્ષ 2015 થી2018 દરમ્યાન અલગ અલગ સમયે MGNREGA કાયદા હેઠળ સરકારી નાણાંની ઉચાપત કરી ગેરરીતિ આચારવામાં આવી હોવા અંગે ગત રોજ નિઝર પોલીસ સ્ટેશનમાં નિઝર અને કુકરમુંડા તાલુકા વિકાસ અધિકારીઓ દ્વારા સાત સામે ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદમાં જણાવ્યા મુજબનિઝર તાલુકાના મુખ્ય મથક નિઝર તેમજ પીપલોદ, સરવાળા,કોટલી ગામમાં વર્ષ 2015 થી 2018 દરમ્યાન જે તે સમયે નિઝર તાલુકા પંચાયત કચેરીમાં MGNREGA શાખામાં ગ્રામ રોજગાર સેવક (જી. આર.એસ.) તરીકે ફરજ ઉપરના કર્મચારીઓ અમીતભાઈ વી. ગામીત, યોગેશ્વરભાઈ. એમ. માહલે, અરવિંદભાઈ. બી. ગામીત, અને વર્ષાબેન. બી. ગામીત દ્વારા ફરજ દરમ્યાન એક જ વ્યક્તિના નામે ડબલ જોબકાર્ડ બનાવી ઓનલાઇન મસ્ટર રોલ કાઢીને કુલ – 7 લાભાર્થીઓના 14જોબકાર્ડ બનાવીને ડબલ હાજરી ભરી નાણાંકીય અનિયમિતતા આચરી કુલ રૂપિયા 23,172 /-ની સરકારી નાણાંની ઉચાપત કરી ગેરરીતિ આચરવામાં આવી હતી. તેમજ કુકરમુંડા તાલુકાના સદગવાણ, બાલદા, નિંભોરા,અને મટાવલ ગામમાં પણ વર્ષ 2015 થી 2018 દરમ્યાન અલગ અલગ સમયે કુકરમુંડા તાલુકા પંચાયતમાં MGNREGA શાખામાં ગ્રામ રોજગાર સેવક ( જી.આર.એસ.) તરીકે ફરજ ઉપરના હતા.

કુકરમુંડા તાલુકામાં આમના નામે ચુકવણું

(1) જાતેસિંગભાઈ મંગાભાઈ ઠાકરે, ગામ સદગવાણ, કુલ હાજરીનીસંખ્યા 70 ચુકવણું થયેલ રૂપિયા 13,440

(2) ભગવાનભાઈસુપાભાઈ પાડવી, ગામ સદગવાણ , કુલ હાજરી 40 ચુકવણું થયેલરૂપિયા 7,400

(3) ઇન્દરભાઈ મંગાભાઈ ઠાકરે, ગામ સદગવાણ,કુલ હાજરી 60 ચુકવણું થયેલ રૂપિયા 11, 520

(4) વજુબેનમંગાભાઈ ઠાકરે, ગામ. સદગવાણ, કુલ હાજરી 50 ચુકવણું થયેલરૂપિયા 9, 600

(5) સુખીબેન જગતભાઈ ઠાકરે, ગામ. સદગવાણકુલ હાજરી 20 ચુકવણું થયેલ રૂપિયા 3, 700

(6) ભીમસીંગભાઈપાસ્યાભાઈ ઠાકરે, ગામ. સદગવાણ કુલ હાજરી 20 ચુકવણું થયેલરૂપિયા 3700

(7) કાંતિલાલભાઈ જવ્યાભાઈ ઠાકરે, ગામ.સદગવાણ, કુલ હાજરી 15 ચુકવણું થયેલ રૂપિયા 2, 775

(8)વિનોદભાઈ માનસિકભાઈ ભીલ, ગામ. બાલદા, કુલ હાજરી 40ચુકવણું થયેલ રૂપિયા 7,200

(9) પ્રતાપભાઈ તાન્યાભાઈ ભીલ,ગામ નિંભોરા, કુલ હાજરી 48 ચુકવણું થયેલ રૂપિયા 8,940

(10)પરસીંગભાઈ ગોવિંદભાઇ ભીલ, ગામ નિંભોરા, કુલ હાજરી 26ચુકવણું થયેલ રૂપિયા 4, 810

( 11) મોતિસિંગભાઈ હુર્યાભાઈવળવી, ગામ. મટાવલ, કુલ હાજરી 25 ચુકવણું થયેલ રૂપિયા 4,776

(1) જગનભાઈ રામુભાઈ પાડવી, ગામ પીપલોદ. કુલ હાજરીનીસંખ્યા 37 ચુકવણું થયેલ રૂપિયા 6,493

(2) તારાચંદભાઈબાબુભાઈ ભીલ, ગામ સરવાળા, કુલ હાજરી 20 ચુકવણું થયેલરૂપિયા 3,800

(3) સુભાષભાઈ જાહદુંભાઈ પાડવી, ગામ નિઝર, કુલહાજરી 15 ચુકવણું થયેલ રૂપિયા 2655

(4) જાદુભાઈસામાલ્યાભાઈ પાડવી, ગામ નિઝર, કુલ હાજરી 11 ચુકવણું થયેલરૂપિયા 2, 090

(5) ઉખાડ્યાભાઈ મંસુભાઈ વળવી, ગામ કોટલી,કુલ હાજરી 12 ચુકવણું થયેલ રૂપિયા 2,282

(6) રવિન્દ્રભાઈકૃષ્ણાભાઈ પાડવી, ગામ કોટલી, કુલ હાજરી 22 ચુકવણું થયેલરૂપિયા 3740

(7) મદમાવતબેન વિજયભાઈ પાડવી, ગામ કોટલી,કુલ હાજરી 11ચુકવણું થયેલ રૂપિયા 2,112

કર્મચારીઓ ભરતભાઈ શિંદે, કૈલાશભાઈ ગોવર્ધનદાસ સ્વામી, દક્ષાબેન. વી. વળવી દ્વારા ફરજ દરમ્યાન એક વ્યક્તિના નામે ડબલ જોબકાર્ડબનાવી કુલ – 11લાભાર્થીઓના 22 જોબકાર્ડ બનાવીને ઓનલાઇન ઇસ્યુકરી ઓનલાઇન મસ્ટર રોલ કાઢીને એક જ સમયે એક વ્યક્તિની ડબલ હાજરી ભરી નાણાંકીય અનિયમિતતા આચરી કુલ રૂપિયા 77,861/-ની સરકારી નાણાંની ઉંચાપત કરી ગેરરીતિ આચારવામાં આવી હોવા અંગેની ફરિયાદ નોંધાઈ છે.જે અંગે વધુ તપાસ નિઝર પોલીસ સ્ટેશનના PSI પી.એમ. હઠીલા કરી રહ્યા છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button