સુરત

ખેડૂતો પાવર ગ્રીડ કંપની દ્વારા અન્યાય અંગે વેદના લઇને કલેક્ટર ઓફીસ પોહચ્યા

પાવર ગ્રીડ નવસારીની ખાવડા 765 કે.વી લાઈનવાળા અસરગ્રસ્ત ખેડૂતોને ઇન્ડિયન ટેલિગ્રાફ એક્ટની કલમ 16 પ્રમાણે ગત રોજ છઠ્ઠી જૂને બપોરે 12 કલાકે હાજર રહેવા માટે નોટિસો આપવામાં આવી હતી. સુરત જિલ્લા ખેડૂત સમાજના નેજા હેઠળ વિશાળ સંખ્યામાં ખેડૂતો વલથાણ મુકામે સવારે એકત્રિત થયાં હતા. અને ખેડૂત સમાજના પ્રમુખ પરિમલ પટેલની આગેવાનીમાં ચર્ચા બાદ રેલીસ્વરૂપે ત્યાંથી જિલ્લા મેજિસ્ટ્રેટ સુરત ઓફિસે મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. અને પોતાની રજૂઆત કરી હતી.

ખેડૂત આગેવાનો દ્વારા જિલ્લા મેજિસ્ટ્રેટની હાજરીમાં પાવરગ્રીડના ઉપસ્થિત અધિકારીઓનો ઉધડો લઈ સ્પષ્ટ શબ્દોમાં જણાવવામાં આવ્યું હતું કે ખેડૂતો સાથે અત્યાર પછી કોઈ પણ બળજબરી કરવામાં આવશે તો સ્થળ પર ઘર્ષણની પરિસ્થતિના નિર્માણ માટે ખેડૂતો જવાબદાર રહેશે નહીં. જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા પણ અધિકારીઓને કાયદેસર વર્તન કરવા ટકોર કરી હતી. પાવર ગ્રીડ લાઈનની ઉભી કરવામાં આવનાર કામગીરી કાયદા હેઠળ થઈ રહી છે. પરંતુ કાયદાનુ સંપૂર્ણપણે પાલન થતું નથી. જુના કાયદાઓ ખેડૂતોને મંજુર નથી.

માંડવી તાલુકાના વિરપોર ગામે પોલીસની હાજરીમાં ખેડૂતોને ધમકાવવા અંગે પણ પોલિસની ભૂમિકા પર પ્રશ્નો ઉપસ્થિત કરાયા હતા. ખેતર માલિકને નોટીસ જ નથી અપાઈ એના ખેતરમાં થાંભલાનો પાયો નાખવા બાબતે પણ ચર્ચા કરી પાવરગ્રીડ પાસે ખુલાસો મંગાયો હતો. જાહેર નામાને સ્થાને ચોક્કસ સર્વે નંબર સાથેનું જાહેરનામું પ્રસિદ્ધ કર્યા બાદ જ આ બાબતે વિવિધ સૂત્રોચ્ચાર સહિત પાવરગ્રીડ પ્રત્યેનો રોષ પ્રગટ કર્યો. હાથમાં બેનરો સાથે મોટી સંખ્યામાં ઉપસ્થિત ખેડૂતોએ પોતાની સાથે થઇ રહેલા અન્યાય અને પાવરગ્રીડની ગુંડાગર્દી સામે પોતાની વેદના ઠાલવી હતી. મેજિસ્ટ્રેટ દ્વારા મર્યાદિત ખેડૂતોને જ મીટીંગની ચર્ચાની વાત સાંભળી ખેડૂતો ગુસ્સે ભરાયા હતાં. ગુજરાત ખેડૂત સમાજના પ્રમુખ જયેશભાઇ પટેલ(પાલ) દક્ષિણ ગુજરાત ખેડૂત સમાજના પ્રમુખ રમેશભાઈ પટેલ(ઓરમા) હાજર રહ્યા હતા.

આગળની કાર્યવાહી કરવા માટે જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા પણ સૂચના અપાઈ હતી. માંગવામાં આવેલી અલ્ટર નેટ રૂટ, B લાઈન જેવી સઘળી માહિતી ખેડૂતોને ઉપલબ્ધ કરવા માટે સૂચના આપવામાં આવી હતી. અંતે જ્યાં સુધી બધી બાબતોનું નિરાકરણ નહિ આવે ત્યાં સુધી ટ્રાંસમિશન લાઈનનું કોઈ પણ બાંધકામ ન કરવાની ખાતરી આપવામાં આવી હતી.

Related Articles

Back to top button