દક્ષિણ ગુજરાતરાજનીતિ

પ્રધાન મંત્રી મોદી સાહેબને સંબોધીને લખેલાં 7000 પોસ્ટકાર્ડ ખેડૂતોએ પોસ્ટ કર્યાં

28 ગામના ખેડૂતો દ્વારા યોગ્ય વળતરની માંગ

બુલેટ ટ્રેન, એકસપ્રેસ હાઇવે સહિતના મહત્વના સરકારી પ્રોજેકટમાં જમીન ગુમાવનારા સુરત, વલસાડ અને નવસારીના ખેડૂતોને આપવામાં આવેલાં વળતર જેટલા જ વળતરની માગને લઇને ભરૂચ જિલ્લાના ખેડૂતો વર્ષોથી આંદોલન ચલાવી રહયાં છે. બીજી તરફ એકસપ્રેસ વેમાં જે ગામની જમીનો જાય છે તે ગામના આર્બિટેટરીના ભાવો જાહેર કરી દેવાયાં છે. પોલીસ બંદોબસ્ત સાથે કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે.

જમીનના બદલામાં યોગ્ય વળતર મેળવવા માટે ખેડૂતો હવે કાયદાકીય લડત ચલાવી રહયાં છે, ત્યારે અસરગ્રસ્ત 28 ગામના ખેડૂતોએ વડાપ્રધાન મોદીને લખેલાં 7 હજાર કરતાં વધારે પોસ્ટકાર્ડ આજે પોસ્ટ કરવામાં આવ્યાં હતાં. વિવિધ પ્રોજેકટ માટે સંપાદિત કરવામાં આવેલી જમીનના વળતરમાં ભારે વિસંગતતા જોવા મળી રહી છે. એક તરફ અસરગ્રસ્ત ગામોની જમીનોના એવોર્ડ જાહેર થઇ ગયાં છ,ે તો બીજી તરફ ખેડૂતો માટે વળતરની લડત લાંબી ખેચાય તેવા એંધાણ વર્તાઇ રહ્યાં છે. નોંધનીય છે કે ખેડૂતો અન્ય જિલ્લાની જેમ પ્રતિ હેકટર 3.75 કરોડનું વળતર માગી રહ્યાં છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button