પલસાણા

પલસાણા તાલુકાના કણાવ ગામે ખેતરમાંથી પસાર થતી નવી વીજ ટ્રાન્સમિશન લાઇનનોને લઈને ખેડૂતોનો ઉગ્ર વિરોધ

પલસાણા તાલુકાના કણાવ ગામે ખેતરમાંથી પસાર થતી નવી વીજ ટ્રાન્સમિશન લાઇનનો ખેડૂતોએ વિરોધ કર્યો હતો.

સુરત જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં પાવર ગ્રીડ કોર્પોરેશન દ્વારા નવી વીજ ટ્રાન્સમિશન લાઇનનું સર્વે કરવામાં આવી રહ્યું છે. જેનો ખેડૂતો ભારે વિરોધ કરી રહ્યા છે.

શુક્રવારે પલસાણા તાલુકાનાં કણાવ ગામે પણ પાવર ગ્રીડ કોર્પોરેશનના અધિકારીઓ શુક્રવારના રોજ 765 kv ની 7 ગીગા વોટ પાવર માટેની નવી વીજ ટ્રાન્સમિશન લાઈનનું સર્વે કરવા આવી પહોંચતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો હતો. ખેડૂતોએ સુરત જિલ્લા ખેડૂત સમાજના પ્રમુખ પરિમલ પટેલને ખેડૂતોએ સંપર્ક કરી સ્થળ પરની પરિસ્થિતિની જાણકારી આપી સ્થળ પર બોલાવતા પરિમલ પટેલ પણ તાત્કાલિક સ્થળ પર આવી ચર્ચા કરવામાં આવી હતી. હાજર અધિકારીઓએ તેઓ ફક્ત સ્થળ પર ઉભા હોવાનું જણાવતા ખેડૂતો ઉશ્કેરાય ગયા હતા અને એમનું કહેવું હતું કે આજે અધિકારીઓ તમારા આવવા પહેલા સર્વે કરવા માટે આવ્યા હોવાનું જણાવતા હતા અને હવે આ લોકો જૂઠું બોલી રહ્યા છે. જેના કારણે સ્થળ પર ભર બપોરના તાપમાં વાતાવરણ ઉગ્ર બની ગયું હતું.

પાવરગ્રીડ જે કાર્યવાહી કરી રહી છે એ ગેરકાયદે પરિમલ પટેલે પાવગ્રીડના અધિકારીઓને જયારે પૂછયું કે આજે કેમ પોલીસને સાથે નથી લાવ્યા? પ્રત્યુત્તરમાં અધિકારીઓએ જણાવ્યું હતું કે અમે પોલીસને જાણ કરી હતી આથી ખેડૂતોમાં ગણગણાટ શરૂ થયો હતો કે જે કાર્યવાહી થઇ રહી છે એ ગેરકાયદે છે. એટલા માટે જ પોલીસ એમની સાથે રહી શકતી નથી.

અમને જાણ કર્યા વગર તમે કઈ રીતે કામ કરી શકો ? પાવર ગ્રિડ ના અધિકારીઓ શુક્રવારે સર્વે માટે આવતા, ખેડૂતો રોષ સાથે જણાવેલ કેે આ ખેતી અને ખેતરો અમારી આજીવિકાનું સાધન છે અને અમારા ખેતરોમાં અમારી ઈચ્છા વિરૂધ્ધ અને તે પણ અમને જાણ કર્યા વગર તમે કઈ રીતે કામ કરી શકો?

આજે પાવરગ્રીડની લાઇન મુદ્દે બારડોલીમાં બેઠક

સુરત જિલ્લા ખેડૂત સમાજે પાવરગ્રીડની આવનારી લાઈનો માટે તા 25મી મેંને શનિવારે બપોરે 3 કલાકે બારડોલી ખાતે ખેડૂત સમાજની ઑફિસેમાં મિટિંગનું આયોજન કર્યું હોવાનું જણાવ્યું છે.

Back to top button